SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ રહેનારા વ્યાપારીઓ ગાડાંઓને વિષે નાના પ્રકારના કરિયાણાં ભરીને વ્યાપાર કરવાને અર્થે દેશાંતર ચાલ્યા; તે વ્યાપારીઓને બોલાવીને રાજાએ કહ્યું, કે તમે દેશાંતર જાઓ છો માટે આપણી કુમરી ગુણસુંદરી છે, તેને યોગ્ય કોઈ પણ ઠેકાણે જો વર મલી જાય, તો સગપણ કરી આવજો. એવું રાજાનું વચન અંગીકાર કરી તે વ્યાપારી તિહાંથી ચાલતા થયા. તે અનુક્રમે નગરે નગરે ફરતા ફરતા અયોધ્યા નગરીએ આવ્યા. તિહાં સર્વ કરિયાણા વેચી ઘણુંક દ્રવ્ય ઉપાર્જન કરી, ફરી પોતાના દેશમાં ખપવા યોગ્ય એવાં બીજી જાતિનાં કરિયાણાં લઈને પોતાને દેશ જવા માટે તૈયાર થયા, એટલામાં તે ગામમાં લોકોના મુખથી રાજકુમારનું અભૂત રૂપ સાંભલી રાજાની પાસે જઈ તે કુમારની સંઘાતે ગુણસુંદરીનું સગપણ કર્યું. રાજાએ પણ તે વ્યાપારીઓને ઘણું આદર સન્માન આપ્યું તથા તેનાં દાણ માફ કર્યા. તેથી વ્યાપારી ઘણા ખુશી થઈને પોતાના દેશ ભણી ચાલ્યા. અનુક્રમે પોતાને નગરે આવીને રાજા આગલ તે સર્વ વૃત્તાંત કહ્યું. ત્યારે રાજા પણ તે કુમારનું અદ્ભત રૂપ તથા ગુણ સાંભલી ઘણોજ હર્ષ અને સંતોષ પામ્યો. હવે અનુક્રમે તે કુમરી પરણવા યોગ્ય થઇ, તે વારે કુમરને તેડવા માટે રાજાએ પોતાના સેવક પુરુષોને અયોધ્યાએ મોકલ્યા. તેઓએ જઈ અનંતવીર્ય રાજાને વિનવ્યો કે હે મહારાજ! હવે આપના કુમરને પરણવા સારુ વહેલા મોકલો. તે વાત સાંભલી રાજા પોતાના મનમાં ઘણોજ ઉદાસ થયો થકો તિહાંથી ઉઠીને પોતાના મહેલમાં એકાંત સ્થાનકે જઇ પોતાના પ્રધાનની આગલ સર્વ મનની વાત કહીને પૂછ્યું કે હવે એનો શો ઉપાય કરવો ? આપણો પુત્ર તો પાંગલો છે તેને શી રીતે પરણાવીએ? એને કન્યા કોણ આપશે ? એવી વાત સાંભલી પ્રધાને કાંઈક વિચાર કરી તેડવા માટે આવેલા સેવક પુરુષોને બોલાવીને કહ્યું કે અમારો કુમાર હાલ ઘેર નથી. તે તો ઈહાંથી બસે યોજન દૂર મુહગીપટણ નામે નગરે એનું મોસાલ છે, ત્યાં ગયો છે, માટે હાલમાં લગ્ન થવાનું બનશે નહીં. જે વારે કુમાર ઘેર આવશે, તે વારે તમને કહેવરાવશું અને પછી મોકલશું. એવું પ્રધાનનું બોલવું સાંભલીને સેવક પુરુષો બોલ્યા કે હે સ્વામી! અમારું શહેર બહાંથી ઘણું દૂર છે, માટે વારંવાર બહાં અવાય નહીં, તેથી લગ્નનો દિવસ તમે હમણાં જ નિર્ધાર કરી અમોને કહો, અને તે લગ્ન ઉપર તમે પણ વહેલા પધારજો. એવાં સેવકોનાં વચન સાંભલી પ્રધાને તેમને કહ્યું કે આજથી સોલમે મહીને અમે લગ્ન કરીશું. એવી મેરતેo Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy