SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે લગ્નના સમાચાર લઈને સેવક પુરુષ પોતાને દેશ ગયા. તિહાં આવી સર્વ વૃત્તાંત રાજાને કહ્યું. હવે સેવકોને વિદાય કર્યા પછી અનંતવીર્ય રાજા પણ ચિંતાતુર થયો થકો ફરી પ્રધાનને કહેવા લાગ્યો કે હવે આપણે કુમરનો શો ઉપાય કરવો ? સોલ મહીના તો કાલે પૂરા થઈ જશે. એમ કહી રાજા રાણી તથા પ્રધાન ત્રણે જણ ઘણીજ ચિંતા કરતાં ઉપાય શોધવા લાગ્યાં, પણ કશો ઉપાય સૂજ પડ્યો નહીં. એવા અવસરમાં પાંચસે સાધુના પરિવારે પરવરયા તથા ચાર જ્ઞાનના ધરનાર, એવા ગાંગીલ નામે આચાર્ય તે નગરીના ઉદ્યાનમાં આવી સમોસરયા. તેમની વનપાલકે ઘણી સેવા ભક્તિ કરીને પછી નગરમાં જઈ અનંતવીર્ય રાજાને વધામણી આપી. રાજાએ પણ વનપાલકના મુખથી સાધુનું આગમન સાંભળી હર્ષ પામીને વનપાલકને વધામણીમાં ઘણું એક દ્રવ્ય આપ્યું. હાથી ઘોડા પ્રમુખ ધણી સદ્ધિ સહિત આચાર્યને વાંદવા માટે આવ્યો. પછી તિહાં વિધિ સહિત સર્વ સાધુઓને વાંદી બે હાથ જોડી આગલ બેઠો. જે વારે સર્વ પર્ષદા મલી, તે વારે મુનિરાજે પણ ધર્મોપદેશ દેવા માંડ્યો : જીવદયાઈ રમિજઈ, ઈદિયવગો દમિજઈ યાવિ સચ્ચે ચેવ ચવિજઈ, ધમ્મસ્સ રહસ્સ મિણમેવ // ૧ / ભાવાર્થ ઃ ઉત્તમ પ્રાણી સદા જીવદયાને વિષે રમે છે, પાંચ ઇન્દ્રિયના સમૂહને વશ કરે છે, સત્ય વચન બોલે છે, જૈન ધર્મનું એહજ રહસ્ય જાણવું. [૧] જયણા ધુમ્મસ્ય જણણી, જયણા ધમ્મસ્ય પાલણી ચેવ // તહ વુદ્ધિકરી જયણા, એગંત સુહાવહી જયણા // ૨ / ભાવાર્થ : જયણા છે તે ધર્મની માતા છે, વલી જયણા જે છે તે ધર્મને પાલવાવાલી છે, તથા જયણા તે ધર્મની ઘણી વૃદ્ધિ કરવાવાલી છે, વલી એકાંત મોક્ષસુખની આપનારી પણ તે જયણાજ છે. રા/ આરંભે નત્યેિ દયા, મહિલા સંગેણ નાસએ બંભ / સંકાએ સમ્મત્ત, દધ્વજ્જા અત્યિગહણેણં / ૩ // ભાવાર્થ : આરંભમાં દયા હોતી નથી, સ્ત્રીની સંગતિ કરવાથી બ્રહ્મચર્યનો નાશ થાય છે, જિનવચનમાં શંકા રાખે તેને સમકિત હોતું નથી અને દ્રવ્ય પરિગ્રહનો સંગ્રહ કરે, તેને ચારિત્ર હોય નહીં || ૩ મેરત) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy