SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા છે. તેની શીલવતી નામે રાણી છે. તેના અંગની નીપજેલી મદનમંજરી નામે પુત્રી છે. એકદા સમયે તે મદનમંજરીની માતા પૂર્વ કર્મના યોગથી બાલ્યાવસ્થાને વિષે અકસ્માત્ મરણ પામી, તે વારે તે મદનમંજરી બીજી વિમાતાને વશ પડી. તે વિમાતા તેની ઉપર નિત્ય દ્વેષ વહેતી થકી રાજાની આગલ પુત્રીના કૂડા દોષ પ્રત્યે બોલતી હતી. મદનમંજરી પણ કષ્ટ કરી કાલ નિર્ગમન કરતી હતી. એકદા વિમાતાએ તે કુમરીની ઉપર અપવાદ મૂકી ખોટું આલ ચઢાવ્યું. તે સાંભલી કુમરી પોતાના કડવાં કર્મના વિપાક ચિંતવવા લાગી. કહ્યું છે કે યજમયદેહાસ્તે, શલાકાપુરુષા અપિ // ન મુચ્યતે વિભોગેન, સ્વનિકાચિતકર્મણઃ // ૧ / - કિં કરોતિ નરઃ પ્રાજ્ઞ, પ્રેર્યમાણઃ સ્વકર્મણા // પ્રાણ હિ મનુષ્યાણાં, બુદ્ધિઃ કર્માનુસારિણી / ૨ / તે થકી દુઃખે ભરાણી મરણનું શરણ અંગીકાર કરીને વનને વિષે ગઈ. તિહાં મરણને ઉત્સુક થઈ થકી કોઈક સરોવરમાં જઈ પડી. તે અવસરે તિહાં અકસ્માત્ જલ પીવાને અર્થે એક હાથી આવ્યો. તેણે તે બાલિકાને પડતાંજ શુંઢાદંડે કરી ગ્રહણ કરી. એટલામાં તે હાથીએ વલી બીજા હાથીને આવતો દીઠો. તે વારે તે હાથી તિહાંથી કન્યા સહિત નાસી ગયો. માટે હે ધીર પુરુષ! તે મદનમંજરી હું છું, જેને તમે હાથીના મુખમાંથી મૂકાવીને પોતાની કરી. તેથી હે નરોત્તમ! આ ભવને વિષે પ્રાણના દેનારા તમેજ થયા, માટે મારા પતિ પણ તમેજ છો, બીજા પુરુષો માટે બાંધવ તુલ્ય છે. આ ભવમાં મારે એકજ તમારું શરણું હો. આજથી શ્રીજિનધર્મરુપી કલ્પતરુ તે મુજને ફલ્યું, કે જેથી તમારો સંગમ થયો. આજ મારો જન્મ સફલ થયો. જે માટે હું કેરડાના વૃક્ષના અર્થે નીકલી હતી, પણ મને તમારા સરખું કલ્પવૃક્ષ મલ્યું. માટે જેમ તમે મારો ઉપકાર કીધો, તેમજ મારું પાણિગ્રહણ કરીને મને સનાથ કરો. એવું સાંભળીને કુમર તેનું પાણિગ્રહણ કરી ત્યાં વનને વિષેજ રહ્યો. એવામાં શ્રીપુરનગરના રાજાને વિમાતા એમ કહેવા લાગી જે તમારી પુત્રી કોઈ વિટલ પુરુષને ગ્રહણ કરી નાસી ગઈ છે. તે વાતને સાચી માનીને રાજા ક્રોધવંત થયો થકો કુમરીની શોધને અર્થે સેના સહિત તેજ વનને વિષે શ્રી પર્યુષણા ૧૭૯ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy