________________
મારનારો જાણી રીસે કરી પથરા ઢેફાં લાકડીઓ પ્રમુખનો માર મારે, પણ તે સાધુ લગાર માત્ર કોઈના ઉપર રીસ કરે નહીં. એમ ઉપશમભાવે કર્મ ક્ષય કરતો સમતાગુણને ધારણ કરતો કર્મની નિંદા કરતો છ મહીને કેવલજ્ઞાન પામ્યો. એ તપસ્યાની ઉપર દૃષ્ટાંત કહ્યો.
હવે વલી ચોમાસી પર્વ આવ્યા થકા ધમાં મનુષ્ય પારકી નિંદા ન કરવી, અને પોતાના આત્માની નિંદા કરવી. તેની ઉપર ચિતારી પુત્રીનો દૃષ્ટાંત મોટા વિસ્તાર સહિત પૂર્વે એજ ગ્રંથમાં લખાઈ ગયો છે. તેજ દૃષ્ટાંત ઈહાં પણ જાણવો. વલી ચોમાસાનું પર્વ આવ્યા થકી ધર્મી મનુષ્ય ગહ કરવી. એટલે પરની સામે પોતાના આત્માની નિંદા કરવી. તેની ઉપર પતિમારિકાનો દૃષ્ટાંત કહેવો. તે પણ આ ગ્રંથમાં પૂર્વે લખાયો છે. તેજ દૃષ્ટાંત ઈહાં પણ કહેવો. વલી ચોમાસાનું પર્વ આવે થકે. ધર્માર્થી પુરુષે જે કાંઈ પોતાને અતિચાર લાગ્યા હોય તે સંભારી સંભારીને આલોવવા જોઈએ. તિહાં શ્રાવકને એકસો ને ચોવીશ અતિચાર હોય તે કહે છે :
પણ સંલેહણ પણરસ, કમ્મા નાણઈ અટ્ટ પQયં //
બારસ તવે વીરિય તિગ, પણ સમ વયાણ પત્તેય / ૧ / અર્થ:- પ્રથમ સંલેષણા એટલે અનશન જાણવું તેના પાંચ અતિચાર છે, તેમાં (૧) આ તપના પ્રભાવ થકી હું મનુષ્ય રાજદિક થાઉં, એવી ચિંતવના કરવી તે ઈહલોકાશસપ્રયોગ નામે અતિચાર જાણવો. (૨) આ તપના પ્રભાવ થકી હું પરલોકે ઈદ્રપણું દેવતાપણું પામું, તે પરલોકાશસ અતિચાર જાણવો. (૩) અનશનનો ઘણો મહિમા થતો દેખીને વિચારે જે હજી હું ઘણા કાલ લગણ જીવું તો સારું, તે જીવિતાશસ અતિચાર જાણવો. (૪) અણસણ કરયા અનંતર કાંઈ પણ પૂજા પ્રભાવના ન થતી દેખીને અથવા રોગાદિકે પીડિત હોવા થકી મનમાં વિચારે, જે હું તરત મરણ પામું તો સારું, તે મરણાશસ અતિચાર જાણવો. (૫) મને ભવાંતરે કામભોગાદિક ઘણા મલે તો સારું, તે કામભોગાશંસ અતિચાર જાણવો.
એ સંલેષણાના પાંચ અતિચાર જાણતા અજાણતાં લાગ્યા હોય, તેનું સંઘ સમક્ષ મિચ્છામિ દુક્કડ દેવું.
હવે પન્નર કર્માદાનના અતિચાર કહે છેઃ- (૧) આજીવિકાને અર્થે કોયલા કરી વેચે, અથવા ઈટોના નીંભાડાદિ કરે. કુંભાર, લોહાર, સોનાર, કંઠારા, શ્રી ચઉમાસીપર્વ
૧૪૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org