________________
અને હોલિકાના સંબંધની વાત નક્કી કરીને વદિ ચૌદશને દિવસે સૂરજના દેરાસરમાં એમનો મેળાપ કરાવ્યો, માટે વચમાંના ચૌદ દિવસ વિયોગ રહ્યો. ફાલ્યુન શુદિ પૂનમે ટૂંઢાને બાલી તેથી હોલિને બાલવી ઠરાવી. પછીએ હોલિ કરવાની રીત દેશોદેશ વિસ્તાર પામી. સર્વ લોક હોલિ કરવા લાગ્યાં. કેમકે પાપનાં કામ કરવાની વાત હોય, તો તે કરવા માટે તરત સહુ કોઈને રુચિ થાય. વલી એ કામમાં તો વિષયની લાલસા ઘણી છે, તેથી ઘણાં લોક એ કાર્ય કરવા લાગ્યાં. એ મહીનામાં લજજાભય, રાજભય પણ લોકો રહેતો નથી.
હે શિષ્ય ! આ પંચમ કાલના ભારીકમ જીવોને માટે એવાં દુષ્ટ પર્વો પ્રચલિત થયાં છે. એવી વાત ગુરુના મુખથી સાંભલીને ફરી શિષ્ય બોલ્યો કે હે સ્વામી ! એ હોલિકાએ પૂર્વે શું પુણ્ય ઉપાર્જન કર્યું હતું? કે જેના બલથી વ્યંતરી એને કાંઈ પણ ઉપદ્રવ કરી દુઃખ દેવાને સમર્થ ન થઈ ? અને હોલિકા સુખીજ રહી ? વલી બાલપણામાં ભરતાર મરણ પામ્યો, તેનો વિયોગ દીઠો, તેનું કારણ કહો. તે વારે ગુરુ કહેવા લાગ્યા કે : - પૂર્વે પાડલીપુર નગરમાં ઋષભદત્ત નામે શેઠ રહેતો હતો. તેની ચંદના નામે સ્ત્રી હતી. તેને બે પુત્ર થયા. તેની ઉપર એક દેવી એ નામે પુત્રી થઈ. તે ૫ લાવણ્ય ગુણે કરી યુક્ત હતી. તે જે વારે આઠ વર્ષની થઈ તે વારે માતાપિતાએ તેને ભણાવી. પછી તે કન્યા માતાની સાથે સામાયિક, પડિક્કમણાં, પોસહ આદિક ધર્મકરણી કરે. યથાશક્તિએ વ્રત નિયમ પાલે. હવે તેની પડોશમાં બ્રાહ્મણાદિક મિથ્યાત્વી લોક વસે છે, તે મિથ્યાત્વીઓની છોકરીઓ ભેગી એ પણ બેસે, ઉઠે, ફરે, બ્રાહ્મણ કથા વાંચે, તે પણ કોઈક વખતે સાંભળે. યદ્યપિ તે કન્યા પોતે જિનધર્મ પાલે છે, તો પણ સંગતથી મિથ્યાત્વને આદર આપે. જેમકે જેઠ શ્રાવણ મહિનામાં નીકલતી ગણગોર પૂજવાથી સારો વર મલે, પુત્રપ્રાપ્તિ થાય, ધન ધાન્ય ઘણું થાય, એવી વાતો ચે. એકદા કુમરી મનમાં વિચારવા લાગી જે જિનધર્મમાં શ્રીવીતરાગ દેવ છે, તે તો કોઈને ભલો ભૂંડો કરે નહીં, અને સાંખ્યદર્શનમાં તો બ્રહ્મા જગનો કર્તા છે, વિષ્ણુ સાર સંભાલ કરે, શિવ સંહાર કરે; માટે જો ઈશ્વર પાર્વતીની પૂજા કરીએ અને જો તે તુષ્ટમાન થાય, તો મન માનતાં સાંસારિક સુખ મલે. એવું ચિંતવીને ગણગોર પ્રમુખ મિથ્યાત્વીઓનાં પર્વોને આદરતી થઈ. (જેઠ ભાદરવા માસમાં મારવાડ તથા માલવા દેશોમાં ગણગોર કાઢે છે.) હવે જો પણ દેવીનાં શ્રી હોલિકા
૬૫
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org