SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુને વાંદી યથાસ્થાનકે ધર્મદેશના સાંભળવા બેઠો. તે વખતે ભગવાન પણ સર્વ લેશને હરનાર અને સંસારસમુદ્રથી તારનાર, એવી અમૃત સમાન દેશના દેતા હતા કે હે ભવ્ય જીવો ! તમે સૌભાગ્ય-પંચમીનું આરાધન કરો, કેમકે એનું તપ કરતાં થકાં સર્વ પ્રકારની આપદા મટે, અને સૌભાગ્યલક્ષ્મી પ્રત્યે જીવ પામે, જેમ વરદત્તકુમર એ જ્ઞાનપંચમીના આરાધને કરી ઘણી સુખસંપદા પામ્યો. એવાં ભગવાનનાં વચન સાંભલી શૂરસેન રાજા વિનયપૂર્વક બે હાથ જોડી ભગવંત પ્રત્યે પૂછતો હતો કે તે સ્વામી! વરદત્તકુમર કોણ થયો? તેનું ચરિત્ર અને પ્રકાશો. તે વારે ભગવાને પણ સર્વ સભા સમક્ષ તેનું પૂર્વ ભવ સંબંધી સર્વ સ્વરૂપ કહેવા માંડ્યું અને કહ્યું કે હે રાજન્ ! તે વરદત્ત કુમારનો જીવ તે તું પોતેજ છો. હમણાં તું તપના પ્રભાવથી ઈહાં આવી રાજા થયો છો. એમ કહી વલી જ્ઞાનપંચમીના તપના માહાભ્યને વિશેષે વર્ણન કરી કહેતા હતા. તિહાં ભગવાનનાં વચન સાંભલી ઘણા જીવ પ્રતિબોધ પામી પ્રભુની પાસે પંચમી તપ અંગીકાર કરતા હતા. શૂરસેન રાજા પ્રતિબોધ પામી ભગવંતને વાંદી સ્વસ્થાનકે ગયો. દશ હજાર વર્ષ સુધી રાજ્યલક્ષ્મી પાલી ઘણાં સુકૃતનાં કામ કરી પોતાના પુત્રને રાજ્યપાટ સોંપીને મોટો આડંબર સહિત સીમંધરસ્વામી પાસે ચારિત્ર અંગીકાર કરતો હતો. પછી એક હજાર વર્ષ પર્યત ચારિત્રપર્યાય પાલી ઘનઘાતી કર્મ ખપાવી, કેવલજ્ઞાન પામી મોક્ષનાં સુખને પામતો હતો. એ વરદત્તકુમારની કથા કહી. હવે ગુણમંજરીની કથા કહે છે. એમ જંબૂદ્વીપના મહાવિદેહમાં રમણીય ઉમા વિજયને વિષે શુભ નામે નગરી ઘણી વિખ્યાત છે, તિહાં અમરસિંહ નામે રાજા છે, તેની અમરાવતી નામે રાણી તે ચોસઠ કલાની જાણ, શીલગુણે અલંકૃત, અનુપમ, અપ્સર સરખી શોભાની ધરનારી છે, તેની કૂખને વિષે ગુણમંજરીનો જીવ આવી પુત્રપણે ઉપન્યો, નવ માસે ગર્ભસ્થિતિ પૂર્ણ થયેથી શુભલગ્ન રાણીએ પુત્ર પ્રસવ્યો. માતાપિતાએ તેનું નામ સુગ્રીવકુમાર પાડ્યું. તે કુમર શુક્લ પક્ષના ચંદ્રમાની પેરે દિવસે દિવસે વધતો થકો રૂપ લાવણ્યગુણે કરી શોભાયમાન થકો અનુક્રમે વશ વર્ષનો થયો. તે વારે અમરસેન રાજા સંસારથી વૈરાગ્યવંત થકો પોતાના પુત્રને રાજ્યપાટે થાપી, દીક્ષા પૌષદશમી ૪૨. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy