________________
પ્રકાશકીય
૫. પૂ. વર્ધમાનતપોનિધિ સ્વ. આચાર્યભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્યરત્ન પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણામાર્ગદર્શન આશિષથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી સંઘના સાતે ક્ષેત્રના અનેકવિધ કાર્યો ચાલી રહ્યા છે.
જીર્ણપ્રાયઃ થયેલા આગમગ્રંથો શાસ્ત્ર ગ્રંથોને પુનઃ જીવિત કરવાનું કાર્ય મોટા પાયે ચાલી રહ્યું છે.
પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના ભગીરથ પ્રયાસથી આજ દીન સુધી ૨૦૦ થી વધુ શાસ્ત્ર ગ્રંથોની ૪૦૦ ૪૦૦ નકલ કરાવી ભારતભરના સંઘોમાં-જ્ઞાનભંડારોમાં ઘરબેઠા પહોંચાડવાનું કાર્ય ટ્રસ્ટ દ્વારા થઈ શક્યું છે.
અનેક શ્રુતપ્રેમી શ્રાદ્ધવર્યો તથા શ્રી સંઘના અખૂટ સહકારથી શ્રુતના ઉદ્ધારનું વિરાટ કાર્ય ખૂબ સહજતાથી થઈ રહ્યું છે.
હજી સેંકડો હજારો શ્રુતગ્રંથોને પુનર્જીવિત કરી ભાવી પેઢીને શ્રુતનો અમૂલ્ય વારસો પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવાની અમારી ખેવના છે. જે દેવ ગુરૂ અને શાસનદેવના પ્રભાવથી જરૂર પૂર્ણ થશે.
પ્રસ્તુત ‘શ્રીપર્યુષણાપર્વાદિક પર્વોની કથાઓ'' નામક ગ્રંથને પુનર્જિવિત કરી શ્રી સંઘના ચરણે સમર્પિત કરતા ટ્રસ્ટ અત્યંત આનંદ અનુભવે છે.
આ ગ્રંથ વિ. સં. ૧૯૬૯ની સાલમાં શ્રાવક ભીમસિંહ માણેક દ્વારા પ્રકાશીત કરવામાં આવેલ, ગ્રંથને પુનઃ પ્રકાશિત કરતા તેમના પ્રત્યે કૃતજ્ઞતા ભાવને વ્યક્ત કરીએ છીએ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org