________________
સાધુએ કમલી તે પુત્રીએ
પૂર્વે પુણ્ય કશ્યાં છે, તેનાં ફલ એ ભોગવે છે, અને આપણે પુણ્યહીન છીએ, તેથી ઘરઘર ભીખ માગીએ છીએ. પછી ફરતાં ફરતાં વનમાં ગયા, તિહાં એક સાધુ મુનિરાજ કાઉસ્સગ્નધ્યાને રહ્યા હતા, તેમની પાસે જઈ ઉભા રહ્યા, અને સાધુએ પણ કાઉસ્સગ્ગ મારી દયા આણીને ધર્મદેશના દીધી. તે સાંભળી સાતે ભાઈ વૈરાગ્ય પામી, દીક્ષા લઈ, ચારિત્ર પાલી, મરણ પામીને દેવલોક જઈ દેવતાપણે ઉપન્યા, તિહાંથી આવીને અહીં તારે ઘેર આવી પુત્રપણે ઉપન્યા છે,
તથા વૈતાદ્ય પર્વત ઉપર એક ભિલ્લ વિદ્યાધર શાશ્વત જિનપ્રતિમાની પૂજા કરતો હતો, તે મરણ પામી સૌધર્મ દેવલોકે દેવતા થયો. ત્યાંથી ચવી તે તારો લોકપાલ નામે આઠમો પુત્ર થયો છે, અને જે તારી ચાર પુત્રીઓ છે, તે પૂર્વલે ભવે વિદ્યાધર રાજાની પુત્રીઓ હતી. અનુક્રમે યૌવનાવસ્થા પામી. એકદા પ્રસ્તાવે બાગમાં રમવા ગઈ, તિહાં સાધુને ઉભેલા દીઠા. સાધુએ તેમને પૂછ્યું કે હે કુમરીઓ! તમે ધર્મ કરો, ત્યારે તેમણે કહ્યું, અમે ધર્મકરણી ન કરીએ. વલી સાધુએ કહ્યું, તમારું આયુષ્ય સ્વલ્પ રહ્યું છે, માટે ધર્મકરણીમાં પ્રમાદ કરશો નહીં. તે સાંભળી તે પુત્રીએ પૂછ્યું કે અમારું આયુ કેટલું બાકી રહ્યું છે? સાધુએ કહ્યું, આઠ પહોર શેષ રહ્યું છે. ત્યારે તે પુત્રીઓ કહેવા લાગી કે આટલા સ્વલ્પ કાલમાં શું પુણ્ય કરીએ ? મુનિએ કહ્યું, જ્ઞાનપાંચમનું તપ કરો. જે માટે કહ્યું છે કે - જે નાણ પંચમિયં, ઉત્તમ જીવા કુણંતિ ભાવસુયા //
ઉભુંજ અણુવમસુઈ, પાવંતિ કેવલં નાણું / ૧ / એવો ઉપદેશ સાંભલી તે પુત્રીઓએ ઘેર આવી પચ્ચકખાણ લીધું, પોતાના આત્માને કૃતાર્થ માન્યો. એક સ્થાનકે ચારે જણીઓ બેઠી. એટલામાં વિદ્યુત્પાત થયો, તેથી ચારે પુત્રીઓ મરણ પામી દેવતા થઈ. તિહાંથી ચવીને તારી પુત્રીઓ થઈ છે. એ વાત સાંભળતાંજ રાજાને તથા રાણીને જાતિસ્મરણજ્ઞાન ઉપન્યું, પૂર્વલા ભવ સાંભઢ્યા, તેથી વૈરાગ્ય પામ્યા થકાં પોતાને ઘેર આવ્યાં.
વલી એકદા શ્રીવાસુપૂજ્ય ભગવાન્ આવી સમસ્યા, તેમને રાજા તથા રોહિણી રાણી પ્રમુખ પરિવાર સહિત વાંદવા ગયાં. તિહાં પ્રભુની દેશના સાંભલી ઘેર આવી પુત્રને રાજ્યમાટે સ્થાપી, સાતે ક્ષેત્રે ધન વાવરી, ચારિત્ર અંગીકાર કરી બહુ જણ મોક્ષે ગયા. એ રીતે ભવ્ય જીવોએ પણ રોહિણીનું તપ શુભ ભાવથી કરવું.
|| ઈતિ રોહિણી તપ કથા સમાપ્ત . શ્રી રોહિણીની કથા
૧૧૧
ચારે તે પુત્રીએ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org