________________
તે વારે સર્વ વેશ્યાઓ એકઠી થઈને રાજભવને જઈ રાજા પ્રત્યે કહેવા લાગી કે હે નાથ ! આ અનાથને કારણ પૂછ્યા વિનાજ ફોકટ શાકિનીનું કલંક આપીને કદર્થના કરવી, તે તમને યોગ્ય નહીં, માટે અમારે વિષે શાકિની પ્રમુખ દોષે કરી દુષ્ટ ચેષ્ટાવંત એવી વેશ્યા ન હોય. તેથી તમે એને પાછી તેડીને તેનું કારણ પૂછો કે એ કેમ બન્યું છે ? તે વાર પછી યથાયોગ્ય કરવું તમને યુક્ત છે. એવું સાંભળી રાજાએ વેશ્યાને પાછી તેડાવીને પૂછ્યું કે એ વાત કેમ બની? એવું રાજાએ કહે છતે તેજ અવસરે કુમાર પણ ચારે સ્ત્રીએ યુક્ત તિહાં આવીને રાજાની આગલ પ્રથમ વેશ્યાએ કરેલી કરણી સર્વ કહી દેખાડી, અને પછી પોતે કરેલી કરણી પણ સર્વ કહી દેખાડી. તે વ્યતિકર સભાના લોક સાંભળતા છતા સર્વ નાયકાઓનાં મુખ શ્યામ થયાં. રાજાએ વેશ્યાની માઠી ચેષ્ટા જાણીને વધ કરવાનો આદેશ દીધો. તેને કુમારે જેમતેમ મૂકાવી, ત્યારે નાયકા પણ નગરના લોકે નિંદા કરી છતી પોતાને ઘેર ગઈ. હવે રાજાએ કુમારનું એ રીતનું સ્વરુપ જાણીને તેની પ્રશંસા કરી પોતાની ચારે કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું.
પછી મોટે આડંબરે કરીને કુમાર તિહાંથી હરિપુર ભણી ચાલ્યો. કેટલાએક દિવસે હરિપુરે આવ્યો. તિહાં ચાર બાલિકાઓ પણ પોતાનાં માતાપિતાને મલતી હતી, અને પોતાનું ચરિત્ર પણ કહેતી હતી. તે વારે તે વ્યવહારીઆ પણ ઉત્તમ જમાઈને દેખીને ઘણો ઉત્કૃષ્ટ આનંદ પામ્યા. કુમર પણ સ્વજન, નગરના લોક, તેણે વધાવાતો સુખે કરી સસરાના આપેલા આવાસને વિષે રહેતો હતો. એકદા કુમર પોતાના કરેલા અવધિને સંભારીને સસરાની આજ્ઞા લઈ વૈતાઢયે ગયો. તિહાં ખેચરેંદ્રને નમસ્કાર કરી પોતાનું ચરિત્ર કહેતો હતો. ખેચર પણ કુમરનું ચરિત્ર સાંભલી હર્ષવંત થયા. એકદા કુમારે વિદ્યાધરના સ્વામી પ્રત્યે કહ્યું કે હે નરેંદ્ર ! તમારી આજ્ઞા હોય, તો હું મારે નગરે જાઉં. એવાં કુમરનાં વચન સાંભલીને ખેંચરે વિમાન, ધન, રત્ન, મણિ, મુક્તાફલા આદિક અનેક પ્રકારની ઋદ્ધિ તથા પ્રજ્ઞતિ આદિક વિદ્યાઓ આપીને સ્નેહ સહિત પોતાની પુત્રીને શીખામણ આપી. કુમારને પોતાની પુત્રી સહિત પોતાને ગામે જવાની રજા દીધી. કુમર પણ વિમાનમાં બેસી હરિપુરે આવીને પોતાની સ્ત્રીઓ તથા ઋદ્ધિ અને સુવર્ણ પુરુષને સાથે લઈ દશરપુર પ્રત્યે આવ્યો.
શ્રી પર્યુષણા
૧૮૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org