________________
રાજાએ મનમાં વિચાર્યું કે મારી લજ્જાથી એ કથા કહેશે નહીં, માટે કપટથી નિદ્રા લઉં, તો એ સ્ત્રી ચતુર છે, તેથી એની કથા સાંભલું, અને જોઉં કે તે કેવા પ્રકારની કથા કહે છે. એમ ચિંતવી કપટથી નિદ્રા કરવા લાગ્યો. દાસી બોલી કે હવે હજૂર નિદ્રામાં છે, માટે કથા કહો. તે વારે રાણી કથા કહેવા લાગી.
કોઈ એક ગામને વિષે ઉત્તમ ગુણવંત શેઠ વસે છે. તેને યૌવનાવસ્થાવાલી કન્યા હતી. તે કન્યાના બાપે તથા માતાએ તથા ભાઈએ ત્રણ જણે અજાણતે તેનો જૂદે જુદે ઠેકાણે વિવાહ કહ્યો. લગ્નનો દિવસ ઠરાવ્યો તે દિવસે ત્રણે વરરાજા પરણવા આવ્યા. તે વારે માતાપિતાદિક સર્વ ચિંતાતુર થયાં જે હવે કેમ કરીએ? કન્યા એક અને વર ત્રણ આવી પડ્યા. એમ વિચારે છે, એટલામાં કન્યાને સર્પ કરડ્યો, તેથી તે મરણ પામી. તે વાત જાણીને ત્રણે વર તિહાં આવ્યા, તે વારે એક કહેવા લાગ્યો કે કારિમો પ્રેમ શા કામનો ? જેથી સાથે પ્રેમ હોય તેનો વિયોગ ખમાય નહીં, માટે એ કન્યાની સાથે બલી મરીશ. બીજો વર આહારનો ત્યાગ કરી બેઠો. અને ત્રીજો બુદ્ધિવંત હતો તેણે વિચાર્યું, જે કાયરનું કામ નથી, ઉદ્યમ કરીએ તો સર્વ સિદ્ધ થાય. એમ ચિંતવી દેવતાનું આરાધન કરવા બેઠો. દેવતાએ સંતુષ્ટ થઈ સંજીવિની મંત્ર આપ્યો. તે મંત્રની અચિંત્ય શક્તિ થકી કન્યા જીવાડી. હવે કન્યા જીવતી થયા પછી પહેલો બોલ્યો જે મેં એની સાથે અગ્નિમાં પેસવાની પ્રતિજ્ઞા કરી છે, તે વારે બીજો બોલ્યો કે તેં શું દુઃખ ભોગવ્યું? મેં તો એની પછવાડે આહાર ત્યાગ કરયો હતો.
ત્રીજો બોલ્યો તમારી મહેનત સર્વ ફોક છે. તમે બહુ જણ પણ મરણ પામત, માટે તમને તથા એ સ્ત્રીને ત્રણે જણને મેં જીવિતદાન આપ્યું છે. એટલી કથા કહીને રાણી બોલી કે હે સખિ ! હવે એ ત્રણ જણમાંથી કન્યા કોને આપવી? ત્યારે સખીએ કહ્યું, મને ખબર ન પડે, માટે તમે જ કહો. રાણી બોલી, હમણાં નિદ્રાથી મારી આંખો ધૂમાય છે, માટે હાલ તો નિદ્રા કરીશ અને કાલે એ વાત કહીશ. તે સાંભળી રાજાને વિસ્મય થયો, પણ પરમાર્થ ન જડ્યો. તે વારે રાજાએ બીજે દિવસે પણ જવાનો વારો એનેજ આપ્યો. બીજે દિવસે પણ તિહાં આવીને તેમજ કપટ નિદ્રાએ સૂતો. તે વારે સખી બોલી કે હે સ્વામિનિ! કાલની કથા અધુરી છે તે કહો. મારે સાંભળવાનું કૌતુક છે. તે વારે અનંગસુંદરી બોલી, તે ત્રણે જણે ન્યાય કરાવ્યો. રાજા પ્રધાન પ્રમુખે વિચાર કરી એવો ઠરાવ કર્યો કે
શ્રી ચઉમાસીપર્વ
૧૩૨
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org