________________
આવે છતે પ્રથમની પેરે આંધલો થયો. એમ ત્રણ વાર ઉદ્યમ કર્યો, પણ તે નિષ્ફલ થયો. તેણે કરી અન્યાયી રાજા પોતાના ઘરને વિષે નિરાશની પેઠે રહ્યો છે એવામાં ગજસિંહકુમારને જે વૈતાઢ્ય પર્વતની ઉપર વિદ્યાધરીઓ લઈ ગઈ હતી તેણે પોતાના ભવનને વિષે પ્રચ્છન્નપણે ઓરડામાં છાનો રાખ્યો. પછી સોલ શણગાર કરીને કામસેનની પરે સન્નદ્ધબદ્ધ થઈને પોતે આપેલી અવસ્થાપિની નિદ્રા પરિહરીને કુમર પ્રત્યે હાવ, ભાવ, પ્રેમ, પ્રીતિરસે કરી યુક્ત મીઠે વચને કામકટાક્ષ નેત્રે કરી જોતી થકી જગાડતી હતી.
તેવામાં ગઈ છે નિદ્રા જેની એવા કુમરે જાગતા થકા આગલ સ્ત્રીનું જોડેલું તે કામબલ સહિત અંગની ચેષ્ઠાપૂર્વક સ્ત્રીચરિત્રને કરતું દેખીને કુમાર મનમાં વિચારે છે કે અરે ! શા કારણે એણે અટવીમાંથી મુજને અપહો વલી કોનું એ નગર છે! કોની એ સ્ત્રીઓ છે !! એ સ્ત્રીઓની આગલ મારું શીલ કેમ રહેશે ! અથવા જેમ ભાવિ બનનાર હશે તેમ બનશે, પરંતુ મારું બ્રહ્મવ્રત નિશ્ચલ રહો. એમ ધારીને મૌન કરી રહ્યો. હવે તે વિદ્યાધરીઓ પોતે કામચરિત્રમાં નિપુણ છે, માટે તેઓ વિવિધ પ્રકારની કંદર્પ સંબંધી ચેષ્ટા કરતી કામને મદે કરીને કુમરના દેહ પ્રત્યે આલિંગન દેતી ખેદ પમાડતી થકી કહેવા લાગી કે હે કુમર ! અમે બેહુ જણી તમારી સ્ત્રીઓ છીએ, તમારા દર્શન કરીને અમોને કામરૂપ સમુદ્ર ઉછલ્યો છે. તે પાણીના પ્રવાહે કરીને સમુદ્ર જેમ ઉપશમે છે, તેમ તમારા શરીરના સંગમે કરીને અમારો કામ ઉપશમ પામશે. તે કારણ માટે હે કુમર ! તમે અમારી બેહુની કામલીલાની ઇચ્છા પૂર્ણ કરો, એટલે તમને અમે ગગનગામિની આદિક ઘણી વિદ્યા આપશું. ઈત્યાદિક કામકેલિનાં વચને કરી વિદ્યાધરીઓ પ્રાર્થના કરતી હતી. તે વારે નિર્વિષય છે ચિત્ત જેનું એવો તે કમર કાંઈ પણ બોલ્યો નહીં. એવા અવસરમાં તે બહુ સ્ત્રીઓનો સ્વામી જે વિદ્યાધર તે પણ તિહાં આવ્યો, અને વિદ્યાધરીઓને બોલતી જોઇને ઘરની બહાર પ્રચ્છન્નપણે બેસી રહ્યો. તિહાં પોતાની સ્ત્રીઓને કામ વિહલ દેખીને વિદ્યાધરનો સ્વામી મનમાં વિચારતો હતો કે અહો ! એ કોઈ પણ સાહસિક ધૈર્યવંત પુરુષ છે. તે ઉત્તમ પુરુષ પોતાનું શીલ મુકતો નથી માટે ધન્ય છે એ પુરુષને, કે સ્ત્રીના સંકટને વિષે પડયો થકો પણ પોતાના વ્રતની રક્ષા કરે છે તેમ અધન્ય છે એ બે કંદર્પ પીડિત સ્ત્રીઓને પરંતુ સ્ત્રીની જાતિ સ્વભાવેજ વિષય સહિત હોય, એવી એની જાતિની પ્રતીતજ
શ્રી પર્યુષણા
૧૭૬ Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org