SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્તાંત સર્વ કહી સંભળાવ્યું, અને તેને હણવાનો આદેશ દીધો. તે વારે મંત્રીશ્વરે રાજાને ઘણે પ્રકારે કહ્યું. તે છતાં પણ રાજાનો કોપ શમ્યો નહીં, તે વારે મંત્રીશ્વર પોતાના સ્વામીની આજ્ઞા અંગીકાર કરીને ઉક્યો. એવા અવસરમાં કુમાર પણ પ્રભાત થયે થકે સ્મશાનથી વલી ચાલ્યો આવે છે. પણ દેવીએ કરેલ કપટ પ્રત્યે ન જાણતો તે કુમર ચિત્તમાં હર્ષ આનંદ ધરતો થકો પોતાને ઘેર આવતો હતો, વચમાં તેને મંત્રીશ્વર મલ્યો, તે એવું કહેવા લાગ્યા કે તમને રાજાએ અત્યંત આકરી હણવાની આજ્ઞા દીધી છે, પણ તે શા કારણે દીધી છે ? તે હું જાણતો નથી. એવાં મંત્રીનાં વચન સાંભલીને કુમર બોલ્યો કે હે મંત્રીશ્વર! રાજાની આજ્ઞા જો એવી છે, તો તું મારો વધ ઉતાવલથી કર. તે સાંભળી મંત્રીશ્વર બોલ્યો કે હે કુમર ! એ સર્વ દુર્જન વિલાસિત જણાય છે. તે માટે હાલ પ્રચ્છન્ન રીતિએ તમે દેશાંતરે જાઓ. તે વારે કુમર પણ મંત્રીશ્વરની આજ્ઞાએ કરી કાષ્ઠના મયૂર ઉપર આરૂઢ થઈને આકાશપંથને વિષે ચાલતો હતો. એવામાં કોઈક વનને વિષે જે વિદ્યાને વિષે સિદ્ધ છે, તેને સિદ્ધપુરુષ કહીએ, તે સિદ્ધપુરુષ સુવર્ણસિદ્ધિ કરે છે, તેને દીઠો. તે વારે આકાશ થકી ઉતરીને કુમારે સિદ્ધપુરુષને નમસ્કાર કરી પૂછ્યું, જે તમે રસસિદ્ધિ કરો છો ? તે વારે સિદ્ધપુરુષ બોલ્યો કે હે સપુરુષ ! મારી પાસે ગુરુદત્ત રસસિદ્ધિ વિદ્યમાન છે, પણ ગુરુએ દીધો જે આમ્રાય તે આમ્રાયે કરી રસસિદ્ધિ કરવાને ઈચ્છે, તો પણ થતી નથી. તે વારે કુમારે કહ્યું કે હે સિદ્ધપુરુષ! તમે મારી દૃષ્ટિએ રસસિદ્ધિ કરો, તે સાંભલી સિદ્ધપુરુષે તેમજ કર્યું. એટલે તરત કુમારની દૃષ્ટિના પ્રભાવ થકી રસસિદ્ધિ થઈ. તે જોઈ તે સિદ્ધપુરુષ હર્ષ પામતો હતો. તેણે કુમેર પ્રત્યે સુવર્ણ દેવાને અર્થે આગ્રહ કર્યો. કુમારે કહ્યું કે હે પુરુષ ! મારે સુવર્ણનું પ્રયોજન નથી. કુમર જે વારે સુવર્ણ પ્રત્યે નથી ઈચ્છતો, તે વારે અતિ ઘણો આગ્રહ કરીને તે સિદ્ધપુરુષ બે વિદ્યા દેતો હતો. તેમાં એક વિદ્યા થકી જલનો નિસ્તાર પામીએ, અને બીજી વિદ્યા થકી કોઈ પણ શસ્ત્ર અંગે લાગે નહીં એવી બે વિદ્યાનું ગ્રહણ કરીને કુમાર આકાશમાર્ગે ચાલ્યો. આગલ ચાલતાં ચાલતાં ઉત્તગ ગઢ કાંગરા સહિત ધવલ પ્રાસાદ મંદિર, તેણે કરી શોભતું એવું એક શૂન્ય નગર દેખાતો હતો. તિહાં કૌતુકે પ્રેક્ષ્યો થકો આકાશ થકી ઉતરીને કુમરે તે નગરમાં પ્રવેશ કર્યો. તિહાં પુર સંબંધી સર્વ ૧૭૨ શ્રી પર્યુષણા ન કરીને કુમાર સહિત બાર પ્રચો થઇ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy