SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ લાડ કોડ કોના પૂર્ણ કરે? એવું કામપાલે કહ્યું, તે વારે હોલિકા પણ બોલી કે હે પિતાજી ! મારે પણ પિયરમાં કોઈ નથી અને આપને પુત્રી નથી, માટે મને પુત્રી કરી રાખો. તે વારે શેઠ મોહનીયકર્મને વશ થયો થકો તે હોલિકાને પોતાને ઘેર લઈ આવી વસ્ત્ર ભૂષણ આપીને ભોજનાદિક સામગ્રી પૂરવા લાગ્યો, અને એક જગા રહેવા માટે દીધી, અને પોતાની સ્ત્રીને શેઠે કહ્યું કે આપણી એજ પુત્રી અને એજ જમાઈ જાણજો, માટે એનીજ આગતાસ્વાગતા કરો. તે સાંભળી શેઠાણી આદિક સર્વ કુટુંબ ખુશી થયું, અને હોલિકા પણ સુખે સમાધે પિતાને ઘેર કાલ નિર્ગમન કરવા લાગી. જે માટે સમુદ્રને ભુજાબલે તરી પાર પામીએ, પણ સ્ત્રીના ચરિત્રનો પાર કોઈ રીતે ન પામીએ. - હવે ટૂંઢાનો સંબંધ કહે છે - એકદા તે નગરમાં મરકીનો રોગ ઉપન્યો તેથી ઘણાં લોક મરવા લાગ્યાં. નગરનિવાસી જન સર્વ વ્યાકુળ થયાં તે વારે રાજાદિક સર્વ લોક મલી બલિબાકુલા લઈને નગરની બહાર આવી બલિબાકુલા ઉછાલી શાંતિ કરીને સર્વ લોક બોલ્યા કે હે દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, ભૂત, વ્યંતર ! જે હો તે સુખે બોલો. અમે તમારી માનતા પૂજા કરશું, તમે અમારો રોગ મટાડો. તે વારે આકાશમાં વાણી થઈ કે તે લોકો ! હું કહું છું તે રીતે જો કરો, તો તમારો રોગ મટે. તમે હોલિકાને તથા કામપાલને ભાંડો. એનું હલકું બોલો. હાલ જે તમે હોલિને સતી કરી માનો છો, તે હવે નહીં માનો, પણ એને અસતીની પેરે બોલાવો. મહા સુદિ પૂનમથી તે ફાલ્ગન શુદિ પૂનમ સુધી કામપાલનું રુપ નગ્ન બનાવીને ચૌટે ચૌટે બેસાડો, ભૂંડા વચન બોલો. ભાઈ, બહેન, પિતા, પુત્ર, માતા, બેટી, સર્વ કોઈ માંહોમાંહે મલીને ખોટાં અસભ્ય વચન બોલો, ધૂલ ઉડાડો, માંહોમાંહે ઘણી મશ્કરી ઠઠા કરો, કુંઆરા તથા પરણ્યા હોય તે સર્વ કોઈ કામપાલની પૂજા કરો. ભૂંડું દેખાડવા માટે ફાગણ શુદિ પૂનમની રાત્રે હોલિને બાલો, કામપાલનું ૫ ભાંગો, વિખોડી નાખો, બીજે દિવસે ધૂલ પડવો કરીને ધૂલ ઉડાવો. એવી આકાશવાણી સાંભળીને સર્વ લોક હાથ જોડી બોલ્યા જે હોલિકા તો મહા સતી છે, તેને તમે એવા ભૂંડાં વચને બોલાવવાની અમોને સૂચના શા વાસ્તે કરો છો ? વલી આપ કોણ છો ? તે કહો. તે વારે આકાશથી દેવી બોલી કે અહો લોકો! આ હોલિકા જે વારે માંદી હતી, તે વારે એનાં માતાપિતાએ ટૂંઢા તાપસણીને બોલાવી હોલિકાના રોગની પૂજા કરાવી, પણ ટૂંઢાએ તેની નાડી જોઈ તો કાંઈ શ્રી હોલિકા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy