________________
કબૂલ કરી. કામપાલ તે વસ્ત્ર લઈ સ્ત્રી પાસે આવ્યો. સ્ત્રીએ કહ્યું, આ મારે કામ નહી આવે, તે વારે કામપાલ તે વસ્ત્ર લઈ ફરી શેઠની દુકાને જઈ બદલાવી બીજું લઈ ગયો. તે પણ સ્ત્રીએ પસંદ કીધું નહીં. એમ ચાર વખત સ્ત્રીએ સાડી બદલાવવા ભરતારને શેઠની દુકાને મોકલ્યો. ચોથી વારે શેઠે કહ્યું કે અરે ભોલા! તું પણ આવી આવી પાછો ફરી જાય છે, અને મને પણ ખોટી કરે છે, માટે તું તારી સ્ત્રીને અહીંયા લઈ આવે તો તે પોતે આવી કોઈ તપાસીને જે તેને સારું લાગશે તે લઈ જશે. તે વારે કામપાલ પોતાની સ્ત્રીને તેડીને શેઠની દુકાને આવ્યો.
શેઠ વસ્ત્ર બતાવવા લાગ્યો, અને કામપાલની સ્ત્રીનું મુખ જોઈ વિસ્મય પામતો વારંવાર તે સ્ત્રીનું મુખ જોવા લાગ્યો, તે જોઈ કામપાલ બોલ્યો કે આપ મોટા વૃદ્ધ માણસ થઈને મારી સ્ત્રીના મુખ સામું વારંવાર જૂવો છો, તેનું શું કારણ છે? તે વારે શેઠ આંખોમાંથી આંસુ નાખતો ગદ્ગ સ્વરે બોલ્યો, હે ભાઈ ! મારી દીકરીના જેવીજ આ બાઈ દેખાય છે. હું તો એને દેખીને જાણું છું, જે આ મારી પુત્રીજ છે, પણ મારી પુત્રી તો મરણ પામી, તેને આજ ઘણા દિવસ થઈ ગયા. આજ એને દેખીને મારી દીકરી મને યાદ આવી. જે થકી મારી આંખમાં આંસુ આવ્યાં.
તે વારે કામપાલ બોલ્યો, કે ઈગિત આકાર ઉપરથી સરખે સરખાં દીઠામાં આવે એવાં પૃથ્વીમાં ઘણાં માણસો દેખાય છે. વળી તમે શું નથી જાણતા ? જે પ્રથમ સૂર્યદેવને દેરે તમારી પુત્રીને દેખીને મને મારી સ્ત્રીનો ભ્રમ પડ્યો હતો અને આજ મારી સ્ત્રીને દેખીને તમને તમારી પોતાની પુત્રીનો ભ્રમ પડ્યો, માટે હે શેઠ! મારી સ્ત્રી અને તમારી પુત્રી, એ બહુનું રુપ એક સરખુંજ છે. જે માટે સરખે સરખાં રુપ પણ જગત્માં ઘણાંનાં થાય છે. ઈહાં બીજું કાંઈ કારણ દેખાતું નથી. તમોને નકામો ભ્રમ પડે છે, પણ ઈહાં ભ્રમ પડવા જેવું કાંઈ કારણ નથી. એ વાત સાંભલી શેઠ હર્ષવંત થઈને બોલ્યો જે આજ પછી તારી સ્ત્રી તે મારી પુત્રીને સ્થાનકે હો, કારણકે મેં એને મારી પુત્રી કહી, માટે મારી તો આજથી એ પુત્રી સમાન થઈ ચૂકી.
તે વારે કામપાલ બોલ્યો, આપ તો ભાગ્યશાળી છો, માટે આપની તો આ પુત્રીજ છે, કારણકે જગતમાં જે ભાગ્યશાલી પુરુષ હોય, તેની તો બહેન ન હોય, તો તે ધર્મની બહેન કરી લીએ છે. જો પુત્રી ન હોય તો તે પુત્રી પણ ધર્મની કરી લીએ છે. જો ગૃહસ્થને પુત્રી ન હોય તો ઘર શોભે નહીં. વલી પુત્રી વિના માતાપિતા
શ્રી હોલિકા
૬ ૨
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org