________________
પુરુષોએ ઠામ ઠામ દાટેલાં ધન ખોદાવીને સર્વ લઈ લેશે. તે રાજમાર્ગ ખોદતાં થકી એક લવણદેવી નામે પથરાની ગાય નીકળશે, તે ગાયને બજારમાં રાજ્યમાર્ગે સ્થાપન કરશે. ઈહાં કોઈક કહે છે, કે તે ગાય વરસાદથી નીકળશે અને તે ગોચરી જતા એવા સાધુઓને દેખીને પોતાને શીંગડે કરી સંઘટ કરશે. સાધુઓ આચાર્ય પાસે તે વાત કરશે તે વારે ગીતાર્થ એવું જાણશે જે એ નગરમાં પાણીનો મોટો ઉપદ્રવ થવાનો છે. એમ જાણી તિહાંથી વિહાર કરી જશે, અને કેટલાએક સાધુઓ તો વસ્તિના પ્રતિબંધ વસ્ત્ર, પાત્ર, આહારના લોભી થકા ગીતાર્થનાં વચન અણસદહતા તિહાંજ રહેશે.
પછી તે નગરમાં સાડાસત્તર દિવસ પર્યત રાત્રિદિવસ સરખો વરસાદ પડશે. તેથી નગર આખું પાણીમાં તણાઈ જશે. ત્યારે સર્વ લોકો ગંગા નદીને કાંઠે નાસી જશે, અને કલંકી રાજા પોતે તિહાંથી નાસી જઈને ઉત્તર દિશાને વિષે એક ઉચ્ચ સ્થાનકે જઈ નગર વસાવી રહેશે. તે ઉપદ્રવ ટલ્યા પછી નંદ રાજાની કરાવેલી સોનાની ડુંગરીઓનું દ્રવ્ય, તિહાંથી લાવીને વલી તે કલંકી ઘણોજ લોભી થઈને લોકોને દંડવા માંડશે, જે ચીજ ઉપર કર નહીં હશે, તેની ઉપર કર નાખશે. તથા જૂઠા દોષનો આરોપ મૂકી, લોકોને દંડ કરી સર્વને નિર્ધન કરશે, લોક સર્વ ફાટાં લૂટાં વસ્ત્ર પહેરશે.
કોઈની પાસે દ્રવ્ય બિલકુલ રહેશે નહીં, તે વારે ચામડાનાં નાણાં ચાલશે. તેનાથી વેપાર ધંધો ચાલશે. કેટલાએક કહે છે કે લોકોના ઘરમાં ધન જોવા માટે હાથીને શણગારી વેચવા કાઢશે, અને કહેશે કે એક રુપીઆમાં આ હાથી વેચાતો
લ્યો, હું આપું . તોપણ લોકો સર્વ નિધન થયેલા માટે કોઈ પણ એક રુપીઓ આપીને હાથી લેવાને સમર્થ થશે નહીં. એક મુસલમાનનો દીકરો કહેશે કે હે માતાજી ! મને રુપીઓ આપ, હું આ હાથી લેઉં. તે વારે માતા કહેશે કે ઘરમાં કાંઈ નથી. તોપણ તે છોકરો હઠ કરશે તે વારે માતા કહેશે, તારા બાપની ઘોરમાં એક પીઓ નાખ્યો છે, તે લઈ આવ, તે સાંભલી છોકરો તે ઘરમાંથી પીઓ લઈને આપશે, અને હાથી લેશે, તેને કલંકી પૂછશે એ પીઓ ક્યાંથી લાવ્યો? તે વારે તે ઘોરનું નામ લેશે. તે સાંભલી કલંકી જાણશે જે લોકોના ઘરમાં દ્રવ્ય નથી પણ ઘરમાં ઘણું છે. તે વારે પૃથ્વી માંહેલી સર્વ ઘોરો પડાવી તેમાંથી નાણું કાઢી લેશે. વલી બીજા પણ ધૂલ દેવલ પ્રમુખ પડાવીને નાણું લેશે. ૮૮
શ્રી દિવાલીકલ્પ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org