SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભલીને સુવ્રતશેઠ સંસારથી ભય પામ્યા. ઉદ્વેગચિત થવા થકા ઉભા થઇ હાથ જોડીને ગુરુને કહેવા લાગ્યા જે હે ભગવાન્ હવે ! હું આપની પાસે દીક્ષા લઇશ. આપ ઇહાં રહેજો. ગુરુએ કહ્યું જે “હે ! દેવાણુપ્પિયા ! જેમ તમારા આત્માને સુખ ઉપજે તેમ કરો “મા ડિબંધ કરેહ” પ્રતિબંધ કરશો નહીં'. પછી ગુરુની આજ્ઞા લઇ શેઠ પોતાને ઘેર આવ્યા અને મોટા પુત્રને ઘેર ભલાવી સમજણ આપી ઘણું દ્રવ્ય સાત ક્ષેત્રે ધર્મસ્થાનકે વાવરી, યાચકજનોને દાન દઇ, માન મહત્ત્વ લઇ, શુભ મુહૂર્ત જોઇ, હજાર માણસ વહન કરે એવી સહસ્રવાહિની નામની પાલખીમાં બેસી પોતાની અગીયાર ભાર્યા સહિત સંવેગભાવે ગુરુ પાસે આવીને પંચ મહાવ્રત ઉચ્ચરચાં. પછી સુખે સંયમ પાલવા લાગ્યા. બન્નેં છઠ્ઠ, એકસો અક્રમ, દશમ, દુવાલસ, પક્ષક્ષમણ, માસક્ષમણાદિક, ચાર વાર ચોમાસી, યાવત્ એક વાર છમાસી પર્યંત ઘણાં તીવ્ર તપ કરતા આત્માને પ્રતિભાવતા થકા વિચરે છે. એકદા સુવ્રતસાધુ, મૌનએકાદશીને દિવસે મૌનવ્રત ધારણ કરી કાઉસગ્ગ ધ્યાને ઉભા છે, તે સમયે કોઇ એક મિથ્યાદૃષ્ટિ વ્યંતર દેવતા તેમના તપ થકી ક્ષોભ પમાડવાને માટે તિહાં આવીને કોઇ એક સાધુના શરીરમાં કોઇ રીતે શમી જાય નહીં એવી કારમી અત્યંત આકરી વેદના ઉપજાવી. વલી તે દેવતા પોતે પણ સાધુના શરીરમાં સંક્રમ્યો, તેના બલે કરી સાધુ પણ સુવ્રતમુનિ કાઉસગ્ગમાં ઉભા છે, તેની પાસે આવીને કહેવા લાગ્યો કે હે સુવ્રતઋષિ ! તમે ઉપાશ્રયથી બહાર જઇને કોઇ શ્રાવકના ઘરથી ઔષધ લઇ આવો, કે જેથી મારી વેદના શમી જાય. તમે શરીરે નીરોગી છો, અને હું તો વેદનાથી પીડા પામું છું, માટે મારાથી જઇ શકાય તેમ નથી. આવું સાંભલી સુવ્રતમુનિએ વિચારવું જે આજ મેં મૌનવ્રત લીધું છે, માટે મારાથી કોઇની સાથે બોલાશે નહી. વલી ઉપાશ્રયથી બહાર ન જવાનો પણ નિયમ લીધેલો છે, માટે બહાર જવાય તેમ નથી. એવી ચિંતા કરે છે, એવામાં તો સાધુએ રીસ ચડાવી ઉંધો લઇને સુવ્રત સાધુના માથામાં મારવા, પણ તેથી સુવ્રતમુનિને કોપ ન ચડ્યો, પરંતુ ઉલટી ક્ષમા આણીને વિચારવું જે એ સાધુ પીડા પામે છે, અને હું એનું કામ કરી શકતો નથી, એમ ચિંતવતો શુક્લ ધ્યાન ધ્યાવતો ક્ષપકશ્રેણીએ ચઢી ઘાતિકર્મ ક્ષય કરીને કેવલજ્ઞાન પામ્યા. દેવતાએ મોટો મહોત્સવ કહ્યો. પૃથ્વીને વિષે વિચરી અનેક ભવ્ય જીવને ઉપદેશ આપી ધર્મ પમાડી ઘણાં વર્ષ લગે કેવલપર્યાય પાલી, છેવટે અનશન ઉચ્ચરી સુવ્રત ચૈત્રી પૂનમ ૧૮ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy