________________
ધર્માદેવ કુલે જન્મ, ધર્માચ્ચ વિપુલં યશ: // ધર્માદ્ધનસુખ રુપ, ધર્મ: સ્વર્ગાપવર્ગદ: / ૯ /
II દોહો ! ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ //
ધર્મપંથ સાધન વિના, નર તિર્યંચ સમાન / ૧૦ // ભાવાર્થ - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય ઉપયોગ યુક્ત જે હોય, તે જીવ કહીએ. જે જીવ સમ્યક્તને પ્રાપ્ત થાય છે તે સુગમ જાણવો. / ૧ // વલી જે ચેતનાલક્ષણ છે, તેજ આત્મા છે, એમ સામાન્ય કરી પંડિત પુરુષો કહે છે. તે બે પ્રકારનો આત્મા છે. તેમાં જે સંસારને વિષે પરિભ્રમણ કરે તે જીવાત્મા જાણવો. તથા જે સંસાર પરિભ્રમણ રહિત સિદ્ધાત્મા તે પરમાત્મા જાણવો.
રા સંસારાત્મા જે છે, તે સદા જન્મ મરણ વિગેરે દુઃખનો ભોગવનારો હોય છે. ચોરાશી લાખ જીવયોનિમાં પરિભ્રમણ કરે છે. / ૩ / ચૌદ રાજમાં એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન નથી, એવું કોઈ કુલ નથી, કે જ્યાં જીવ જન્મ્યો નથી, કે મૂઓ નથી. એ સર્વ સ્થાનકે એકેક જીવ અનંતી વાર ફરસી સંસારમાં ભમ્યો છે. કોઈ ઠેકાણું મૂક્યું નથી. તે ૪ || જીવ કર્મે કરી એકલોજ દેવલોકને વિષે જાય છે, અને નરકને વિષે પણ એકલોજ જાય છે, અને વલી એકલોજ જીવ કર્મોએ કરી અધઃ અટલે નીચો અસુરકાય ને પ્રાપ્ત થાય છે. એકલોજ કુંથુઓ થાય છે, એકલોજ કીડીના ભવને પામે છે. || ૫ | વલી તે જીવ એકલોજ સુભાગી, દુર્ભાગી, શ્રીમાન, રૂપવાન, રુપરહિત થાય છે, તથા તેજ જીવ સેવક, સ્વામી, નર, નારી, નપુંસક થાય છે. તે ૬ / વલી તે સંસારી જીવ નટની પેઠે કર્મબંધન થકી સંસારમાં પરિભ્રમણ કરે છે. અનંત કાલ ભમતો કર્મનો અંત કરે તો સદ્ગતિ પામે છે. . ૭ // ભવ્ય જીવને વિષે દયા, દાન અને ધર્મ એ ત્રણરુપ કલ્પવૃક્ષ જાણવું. દાન, શીલ, તપ અને ભાવના, તે રુપ તે વૃક્ષની શાખાઓ જાણવી, તથા મુક્તિનું સુખ, તે રુપી ફલ જાણવું. . ૮ / ધર્મ થકીજ સારા કુલમાં જન્મ હોય છે, તથા ધર્મે કરીને વિપુલ એવો યશ હોય છે. ધર્મ થકી ધનસુખ તથા રુપ હોય છે, તથા ધર્મ તેજ સ્વર્ગ અને અપવર્ગને આપનારો હોય છે. I ૯ ધર્મથી સંસારનાં વિપુલ સુખ મલે છે અને ધર્મે કરી મોક્ષસુખ પ્રાપ્ત થાય છે, માટે ધર્મમાર્ગના સાધન વિના જે મનુષ્ય છે, તે તિર્યંચની સમાન જાણવો. || ૧૦ | આ પ્રકારે ગુરુના મુખ પષદશમી
૪૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org