________________
થાય છે, તે સાંભલી માતા મરુદેવાજીએ હર્ષવંત થઇ પૂછ્યું જે હે પુત્ર! એ વાજિંત્રધ્વનિ ક્યાં થાય છે? તે વારે ભરતે કહ્યું, હે માતાજી! તમારા પુત્રની આગલ ધ્વનિ થાય છે, વલી આ તમારા પુત્રની ત્રણ ગઢ પ્રમુખની રચના આદિક ઋદ્ધિતો જૂઓ! એવાં ભરતનાં વચન સાંભલીને તે દેખવા માટે મરુદેવાજી પોતાની આંખોને મસલવા લાગ્યાં, તેમાંથી હર્ષના આંસુ આવ્યાં, તેથી આંખનાં પડલ ઉતરી ગયાં.
તે વારે સમોવસરણની શોભા દીઠી, પણ પુત્ર તો માતાને બોલાવતો નથી, તેથી વૈરાગ્ય પામી ક્ષપકશ્રેણી આરોહણ કરી કેવલજ્ઞાન પામી તત્કાલ તે મોક્ષે પહોતાં. તે વારે ભરત રાજમાતાના શરીરને ક્ષીરસમુદ્રમાં પરઠવી, શોક નિવારીને ભગવાન્ પાસે જઇ, પંચાભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણા દઇ વિધિએ વંદન કરી યથાયોગ્ય સ્થાનકે બેઠાં. તિહાં ભગવાને ધર્મોપદેશ દીધો, તે સાંભલી ભરત રાજાએ શ્રાવકનો ધર્મ આદરચો, અને ભરતનો પુત્ર જે રુષભસેન તેનું જ બીજું નામ પુંડરીક તેણે ઘણા પુત્ર પૌત્રાદિક સાથે ચારિત્ર લીધું. ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, ચોરાશી ગણધર થાપ્યા, તેમાં પ્રથમ ગણધર શ્રીપુંડરીકજીને થાપ્યા.
હવે પુંડરીક ગણધર શ્રીૠષભદેવજીની સાથે ચારિત્ર પાલતા વિચરે છે, કેટલાએક કાલ પછી ભગવાનૢ સર્વ પરિવાર સહિત શ્રીસિદ્ધાચલ તીર્થે રાયણવૃક્ષ તલે સમોસા, તિહાં ઇંદ્રાદિક દેવતા વાંદવા આવ્યા, તેમની આગલ તથા પુંડરીકાદિક મુનીશ્વરોની આગલ શ્રીશત્રુંજય તીર્થનો મહિમા કહ્યો, તથા એ તીર્થ ઉપર પુંડરીક ગણધરને મોક્ષપ્રાપ્તિ થશે. તે વખાણીને વલી કહ્યું કે હે જીવો ! એ તીર્થ અનાદિ કાલનું શાશ્વતું છે. ઇહાં અનંતા તીર્થંકર અનંતા મુનીશ્વર કર્મ ખપાવી સિદ્ધિ પામ્યા છે, અને અનંતા પામશે. અભવ્ય જીવો તો પ્રાયઃ એ તીર્થને નજરે પણ ન દેખે, વલી એ અવસર્પિણીમાં એ તીર્થ, વિશેષપણે પુંડરીક એવે નામે પ્રકટ થશે. ઇત્યાદિક તીર્થનો મહિમા કહીને ભગવાને વિહાર કરચો. હવે પુંડરીકજી પાંચ કોડી સાધુના પરિવારે વિચરતા ગ્રામાનુગ્રામ વિહાર કરતા સોરઠ દેશે આવ્યા. તિહાં તેમને વાંદવાને અનેક રાજા, શેઠ સેનાપતિ પ્રમુખ ઘણાક લોકો આવ્યા.
ગુરુએ પણ યથાયોગ્ય ધર્મદેશના આપી તે અવસરમાં કોઇક સ્ત્રી ચિંતાતુર થકી મહાદુ:ખી એવી પોતાની વિધવા પુત્રીને લઇને તિહાં આવી. પુંડરીક ગણધરને નમસ્કાર કરી અવસર પામી પૂછવા લાગી કે હે મહારાજ ! આ કન્યાએ પૂર્વ
ચૈત્રી પૂનમ
૨૨
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
J