________________
ગામનું અન્ન પાણી પ્રમુખ ખાશે, પીશે, તે અકાલે મરણ પામશે. તે માટે કોઈ પણ આ ગામનાં અન્ન પાણીનો સ્પર્શ માત્ર પણ કરશો નહીં, એમ રાજાએ નિષેધ્યા છતાં પણ જે કોઈએ નિર્ભય થઈ, તે ગામનું ધાન્ય પાણી વાપરયું, તે અકાલે જીવિતવ્ય થકી રહિત થયા. એમ જે કોઈ યતિ અથવા શ્રાવક ભગવંતના નિષેધ્યા વિષય કષાય પ્રમાદને આચરે, તે જીવ દુઃખીઆ થાય ॥ ૪ ॥
હવે પાંચમો નિવૃત્તિ એટલે ઉન્માર્ગ થકી નિવર્તવું, પાછું વલવું. તે ઉપર રાજકન્યા અને શાલવીની કન્યાનો દૃષ્ટાંત કહે છે. એક નગરને વિષે એક રાજાની પુત્રી અને બીજી શાલવીની પુત્રી, એ બેહુનો માંહોમાંહે ઘણો સ્નેહ છે.
એકદા તે બેહુ કન્યા, કોઈ એક દૃઢપુરુષની સાથે સંકેત કરી રાત્રિએ સંકેત કરેલે સ્થાનકે જવા લાગી. એવા પ્રસ્તાવે કોઈક પુરુષે માર્ગમાં મોટે શબ્દે કરી એક ગાથા કહી તે જેમકે :
જઈ ફુલ્લા કણિયરા, ભૂયંગ અહિયમાસંમિ વિદેસિ ।। તહ ન ખર્મ ફૂલેઉ, જઈ પચંતા કરંતિ ડમરાઈ ॥ ૧ ॥
અર્થ :- અધિક માસ થયે થકે જો કણેરનું વૃક્ષ ફૂલે તો ફૂલની ઉપર રેસૂય ગરે અને આંબો જે છે, તે તો પોતાને દિવસેજ લે. માટે તુજને અધિક માસ આવે ફૂલવું, પણ આગલ ઉરહું ફૂલવું યુક્ત નહીં, તે ઉપર દૃષ્ટાંત કહે છે. જેમ પ્રત્યંત એટલે નીચ જન હોય, તે કદાચિત્ ડમર ઉપદ્રવ આવે થકે અશુભ આચરણ આચરે, તો શું કાંઈ ભલા માણસે પણ તે ભૂંડાની પેરે આચરવું ? એવો અર્થ જે વારે રાજપુત્રીકાએ વિચાચો, તે વારે ચિંતવ્યું જે આ નીચ જાતિ શાલવીની પુત્રી છે, તેણે તો એવું કહ્યું, પણ હું રાજાની પુત્રી માટે મારે તો સર્વથા ન્યાયમાર્ગેજ ચાલવું. એમ વિમાસી કાંઈક કપટ કરી પાછી મહેલમાં આવી. રાજાએ તેને તેજ દિવસે મોટા આડંબર સહિત કોઈક રાજપુત્રને પરણાવી દીધી. તિહાં તે પટ્ટરાણી થઈને સુખ પામી. એ પ્રવૃત્તિ નિવૃત્તિ જાણવી.
અથવા ભાવનિવૃત્તિ ઉપર બીજો દૃષ્ટાંત કહે છે. જેમ કોઈક કુલપુત્ર દીક્ષા લઈને ગીતાર્થ પાસે ભણવા બેઠો, પણ કર્મોદય થકી તેને કાંઈ આવડે નહીં. તે વારે મનમાં આહટ દોહટ્ટ ચિંતવવા લાગ્યો, જે મુજને કાંઈ આવડતું નથી, માટે હું દીક્ષા ત્યાગીને બહાર નીકલું, પોતાની ઈચ્છાએ વિચરું, એમ ચિંતવી જેટલે ગચ્છથી બહાર નીકલ્યો તેટલે એક પુરુષના મુખથી આ પ્રમાણે ગાથા સાંભલી
૧૨૮
શ્રી ચઉમાસીપર્વ
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org