________________
માન મલવાથી રીજ ન પામે, અને અપમાન થવાથી રીસ ન કરે, સાતમો તેના શરીરે ઘણું કરીને રોગ પણ થાય નહીં, આઠમો શરીરે લષ્ટ પુષ્ટ હોય. એ આઠ ગુણ મૂર્ણમાં હોય છે, તેથીજ જગતમાં મૂર્ણ પ્રાણી સુખે કરીને જીવે છે.
તે માટે હવે હું પણ આજ પછી કોઈને એક અક્ષર માત્રનો પાઠ પણ આપું નહીં અને પ્રથમ ભણેલું જે શાસ્ત્ર તેને પણ સંભારું નહીં, સર્વ વિસારી મૂકું, અને હવે આજ પછી નવા ગ્રંથોનો પણ અભ્યાસ ન કરું. એમ મનમાં ક્રોધ આણીને બાર દિવસ પર્યત તે આચાર્ય મૌનપણે રહ્યા. તે પાપ આલીયા વિના અશુભ ધ્યાનથી મરણ પામીને ચારિત્ર આરાધનાને પ્રભાવે હે રાજા ! તારો પુત્ર થયો, તે પૂર્વકૃત કર્મને યોગે કરી અત્યંત મૂર્ખ થયો, તેનું કુષ્ટ પ્રમુખ રોગે કરીને શરીર પીડાય છે. વલી તે આચાર્યનો મોટો ભાઈ મરણ પામીને માન સરોવરને વિષે હંસપણે ઉપન્યો તે માટે હે રાજ! કર્મની ગતિ તે વિચિત્ર પ્રકારની છે. એવાં ગુરુનાં વચન સાંભલી વરદત્તકુમરને જાતિસ્મરણજ્ઞાન ઉપન્યું. તેથી તેને પોતાનો પાછલો ભવ સાંભરી આવ્યો, તેને યોગે મૂચ્છ પામ્યો, ક્ષણેકમાં સચેત થયો. તે વારે ગુરુને પ્રણામ કરીને કહેવા લાગ્યો કે મહારાજા તમે કહેલી વાત બધી ખરેખરી છે, ધન્ય છે તમારા જ્ઞાનને ! કે જે થકી જગના ભાવ પ્રકાશ કરો છો.
વલી તમે એ મોટી આશ્ચર્ય જેવી વાત કરી. તે વારે રાજા બોલ્યો, હે ભગવંત! હે દયાસમુદ્ર ! મારી ઉપર કૃપા કરીને કહો કે આ મારા પુત્રનો રોગ કેવી રીતે જશે ? કે જેથી એને સુખ સમાધિ થાય, તે ઉપાય બતાવો. તે સાંભલી આચાર્ય ભગવાન્ કહેતા હતા કે હે રાજેન્દ્ર ! તપસ્યાના પ્રભાવથી સર્વ રોગોની શાંતિ થાય અને વાલી સર્વ પ્રકારની સંપદા આવી મલે, જે માટે કહ્યું છે કે :
દૂર થÉરાદ્ય, વચ્ચે દૂરે વ્યવસ્થિતમ્ /
તત્સર્વ તપસા સાધ્યું, તપો હરતિ દુષ્કૃતમ્ // ૧ / - અર્થ : જે વસ્તુ ઘણી દૂર છે, દુખે આરાધવા યોગ્ય છે અને જેની દૂર વ્યવસ્થા થયેલી છે તે સર્વ તપથી સધાય છે, માટે તપથી કાંઇ પણ અસાધ્ય પદાર્થ નથી. સર્વ કાંઇ ફલદાચકજ થાય છે. એવાં વચન ગુરુએ કહ્યાં, તે વારે વરદત્તકુમર બોલ્યો કે હે સ્વામી! મારામાં વિશેષ તપ કરવાની શક્તિ જ્ઞાનપંચમી
૩૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org