SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ [૫] અથ બાલાવબોધરુપ જ્ઞાનપંચમી કથા પ્રારંભ ત્રેવીશમા શ્રીપાર્શ્વનાથસ્વામી તે શ્રીફલવર્દ્રિ ગામમાં રહ્યા, તે માટે શ્રીફલવર્જિ પાર્શ્વનાથ કહેવાણા. તે કેવા છે ? તો કે સર્વ વાંછિત પદાર્થના આપનારા છે, તથા સર્વ દુઃખ ટાલવાને સમર્થ છે. તેમને ઉત્કૃષ્ટ ભક્તિપૂર્વક નમસ્કાર કરીને જેમાં કાર્તિક શુદિ પંચમીનું માહાત્મ્ય કહેલું છે, તે કથાને હું ભવ્ય જીવોના ઉપકારને માટે જેમ પૂર્વાચાર્યોએ કહેલી છે તેમ હું પણ કહીશ. [3] જ્ઞાનં સારું સર્વ સંસારમધ્ય, જ્ઞાનં તત્ત્વ સર્વતત્ત્વેષુ નિત્યમ્ II જ્ઞાનં જ્ઞાનં મોક્ષમાર્ગપ્રદર્શિ, તસ્માત્ જ્ઞાને પંચમી સા વિધેયા ॥ ૧॥ ભાવાર્થ:- અહો ભવ્ય જીવો ! સંસારમાંહે જ્ઞાન જે છે તે ત્રણે લોકમાંહે સારભૂત છે. વળી સર્વ તત્ત્વમાંહે જ્ઞાન નિરંતર રહ્યું છે માટે તે જ્ઞાન સર્વમાં મોટું છે, મોક્ષમાર્ગનું દેવાવાલું છે, સર્વ અર્થનું સાધન છે. વલી જ્ઞાન છે તે અજ્ઞાન પાપાદિકનું નિકંદન કરનારું છે તથા જ્ઞાન તે કલ્પવૃક્ષ સદંશ દેવલોકાદિ વાંછિત સુખનું દાતાર છે. તે માટે હે ભવ્ય જીવો ! તમે જ્ઞાનને વિષે એકચિત્તે ઉદ્યમ કરો. જ્ઞાન સેવન કરવાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, માટે કાર્તિક શુદ પંચમીને દિવસે આલસ પ્રમાદ છાંડીને જ્ઞાન આરાધવાને અર્થે વિધિપૂર્વક જ્ઞાનનું તપ અવશ્ય કરવું. જેમ વરદત્ત અને ગુણમંજરીએ ભાવે કરીને જ્ઞાનનું આરાધન કર્યું, તેથી તે સમગ્ર સુખને પામ્યાં તેમ તમારે પણ કરવું. હવે તે વરદત્ત અને ગુણમંજરીની કથા કહું છું : એ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે પદ્મપુર નામના નગરનો સકલ પૃથ્વીમાં પ્રસિદ્ધ અને સમસ્ત ગુણનો ધરનાર એવો અજિતસેન નામે રાજા રાજ્ય કરે છે. તેની યશોમતી નામે રાણી તે ચોસઠ કલાની જાણ, ન્યાયવંત, ચતુર શિરોમણિ છે. તેને વરદત્ત નામે કુમર છે. તે રુપ લાવણ્ય ગુણ કરી સહિત મહા વિનયવંત છે. તે પાંચ ધાવે લાલતો, પાલતો, અનુક્રમે આઠ વર્ષનો થયો. તે વારે ૩૦ જ્ઞાનપંચમી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy