________________
પછી તેણે એકદા ચંડાલણીના ભવમાં મરવાની વખતે નવકારનું સ્મરણ કર્યું, તેને યોગે કરી એજ નગરે ધનમિત્રા નામે ભાર્યા છે, તેની કૂખે દુર્ગધા નામે પુત્રીપણે ઉપની. હવે તે જ્યારે યૌવનને પ્રાપ્ત થયી, ત્યારે પિતાએ તેનો વિવાહ મહોત્સવ કો. લગ્નસમયે વરની સાથે હાથ મેલાવો કરતાં જે વારે વરના હાથમાં કન્યાનો હાથ આપ્યો, તે વારે તેને અગ્નિ જેવો બલતો લાગ્યો. તેથી તે વરરાજા તેનો હાથ છોડીને વેગલો જઈ બેઠો. થોડી વાર પછી તિહાંથી ઉઠીને ચાલવા માંડ્યું, તે વારે પિતાએ તેને જતો પકડ્યો, અને કહ્યું કે હે પુત્ર ! તું રંગમાં ભંગ કાં કરે છે? તે સાંભલી પુત્ર બોલ્યો, હે પિતાજી! તમે કહો તો વિષ ખાઉં! કહો તો મારે ગલે હું ફાંસો આપું તે બધું કરું, પણ એ કન્યાને હું પરણીશ નહીં!! તે વારે શેઠે કહ્યું, હે પુત્ર ! તું ઉદાસી થઈશ નહીં. એ કન્યાથી તારા હાથ બલે છે, માટે એ રહી. હું બીજી ઘણી કન્યાઓ તુજને પરણાવીશ. એમ કહી શેઠ પુત્રને લઈને ઘેર જતો રહ્યો. હવે કન્યાનો પિતા પણ વરની ચિંતા હરહંમેશ કયા કરે.
એકદા કોઈ એક મહારુપવાન્ ભીખારી શેઠને ઘેર આવ્યો. તેને શેઠે કહ્યું કે તું જો મારે ઘેર રહે તો હું તુજને મારી કન્યા પરણાવી આપું. તે વારે ભીખારીએ કહ્યું, જો આપ રાખશો, તો રહીશ. પછી શેઠે તેનાં મેલાં કપડાં ઉતરાવી એક બાજુ નાખી દીધાં, અને તેને નવરાવી ધોવરાવી નવીન ઉંચા કપડાં ઘરેણાં પહેરાવીને પોતાને ઘેર રાખ્યો. સૂવા વખતે ચિત્રશાલિ ઉપર જઈ કન્યા પાસે જતાં વેંત જ સામી દુર્ગધતા આવવા લાગી. તે ભીખારીએ વિચાર્યું કે મારે ભીખ માગીને પેટ ભરવું, તેજ સારું છે, પણ આ સુખ મારા કામનાં નથી. એમ ચિંતવી લુગડાં ઘેરણાં સર્વ ઉતારી નાખ્યાં, અને પોતાનાં પ્રથમનાં મેલાં લુગડાં પહેરીને ચાલતો થયો. પ્રભાતે માતાપિતાએ દાસીને કહ્યું કે હે દાસી ! તું જારી, દાતણ, મેવા, મીઠાઈ પ્રમુખ કુમરીની પાસે લઈ જા. તે દાસી લઈને કુમારી પાસે જઈ જુવે છે, તો ત્યાં તે દુર્ગધા એકલી રડતી બેઠી છે. તે જોઈને દાસીએ આવી માતાપિતાને કહ્યું, તે વારે માતાપિતા આવીને પુત્રીને કહેવા લાગ્યાં કે હે પુત્રી ! કર્મથી કોઈ જોરાવર નથી. જે માટે તીર્થંકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ એવા એવા પુરુષોથી પણ કર્મ ટલી શક્યાં નહીં, તો આપણે શી ગણતીમાં છીએ ? માટે હવે તું બેઠી બેઠી ધર્મ કર. ધર્મને પ્રભાવે કરી સર્વ સુખ આવી પ્રાપ્ત થશે. તે સાંભલી કુમરીએ પણ મનમાં સંવેગ ભાવ આણીને તપ, જપ કરવા માંડ્યાં.
૧૦૮
શ્રી રોહિણીની કથા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org