________________
જિનદેવ શેઠે હર્ષવંત થઈને પોતાના પાંચ પુત્રોને ભણાવવા સારુ પંડિત પાસે મૂક્યા. પરંતુ તે છોકરા ચપલાઈ કરે, માંહોમાંહે રમત ક્રીડા કરે, ઉન્માદી થકા યત્ તદ્દ બોલે, પણ ભણે નહીં અને બીજાને પણ ભણવા દીએ નહીં તેમ નિશાળમાં પણ બેઠા રહે નહીં. તેઓને જે વારે ભણાવનાર પંડિત શિખામણ દીએ, મારમારે, તે વારે તે રડતા રડતા ઘેર જઈને પોતાની માતા આગલ પોકાર કરે કે અમને તો પંડિત ઘણો મારમારે છે, તાડના તર્જના કરે છે. એવાં પુત્રોનાં વચન સાંભલીને તેની માતા કહે કે હે પુત્રો ! તમે ભણવા જશો નહીં. આપણને ભણવાનું કાંઈ કામ નથી કારણકે લોકમાં જે મૂર્ખ હોય છે તે પરમ સુખી હોય છે તેથી નિશ્ચિત થકો રહે છે અને જે ભણે છે તે પણ મરણ પામે છે અને અભણ હોય છે તે પણ મરણ પામે છે મરણ તો બહુને આવવાનું જ છે. તે તો કોઈને મૂકનાર જ નથી માટે તમે કાંઈ એ વાતનો શોક કરશો નહીં. એમ કહી વલી પંડિતને પણ ઠપકો દીધો અને પુત્રોની પાસે ભણવાનાં ઉપકરણ જે પાટી, પોથી, લેખણ પ્રમુખ હતાં, તેને ઘણો ક્રોધ કરીને અગ્નિમાં બાલી ભસ્મ કરી નાખ્યાં અને પુત્રોને કહ્યું કે હવે તમે ભણવા જશો નહીં. જો કદાચિત્ પંડિત તમને તેડવા આવે, તો તેને તમે છૂટા પથરાથી મારજો એમ શીખવી રાખ્યા. - હવે તે વાત શેઠના જાણવામાં આવી તે વારે શેઠ પોતાની સ્ત્રી પ્રત્યે કહેવા લાગ્યા જે હે ભોલી ! તે પાંચ પુત્રોને ભણાવ્યા વિના એમજ મૂર્ખ રાખ્યા તો હવે તેઓને કન્યા કોણ આપશે ? વલી વ્યાપારના કામમાં ખત, પત્ર, નામું લખવું, હિસાબ રાખવા ઈત્યાદિક કામ કેમ કરી શકશે? તથા વલી ચતુર જનોની સભામાં પણ એ તારા પુત્ર હાસ્યના પાત્ર થશે, વલી તે મુર્ખ છે માટે ક્યાંહિ પણ શોભા પામશે નહીં. જે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે :
માતા વૈરી પિતા શત્ર પુત્રો યાભ્યાં ન પાઠિતઃ //
સભા મથે ન શોભતે, હસમથે બકો યથા // ૧ / અર્થ - તે માતા પણ વૈરી જાણવી અને પિતા પણ શત્રુ જાણવો કે જે પોતાના પુત્રને ભણાવે નહીં. કેમકે જેમ હંસના ટોલામાં બગલો શોભા ન પામે તેમ અભણ જન તે સભામાં શોભા પ્રત્યે ન પામે. વલી કહ્યું છે કે :
વિદ્રત્ત્વ ચ નૃપä ચ, નૈવ તુલ્ય કદાચન // સ્વદેશે પૂજયતે રાજા, વિદ્વાન્ સર્વત્ર પૂજ્યતે // ૧ /
જ્ઞાનપંચમી
૩૩
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org