________________
જેમ તીર્થકર શ્રેષ્ઠ છે, સમ્યકત્વદર્શન માંહે જેમ ક્ષાયિક સમ્યકત્વ શ્રેષ્ઠ છે, ધર્મને વિષે જેમ વીતરાગનો ભાખ્યો શ્રીજિનધર્મ શ્રેષ્ઠ છે, ચારિત્રને વિષે જેમ ચાખ્યાત ચારિત્ર્ય શ્રેષ્ઠ છે, જ્ઞાનમાંહે જેમ કેવલજ્ઞાન શ્રેષ્ઠ છે, ધ્યાનમાંહે જેમ શુકલધ્યાન શ્રેષ્ઠ છે, રસાયણ માંહે જેમ અમૃત શ્રેષ્ઠ છે, શંખ માંહે જેમ દક્ષિણાવર્ત શંખ ઉત્તમ છે, જ્યોતિષ્ય મંડલ માંહે જેમ સૂર્ય શ્રેષ્ઠ છે, મંડનને વિષે જેમ તિલક શ્રેષ્ઠ છે, આભૂષણ માંહે જેમ મુકુટ, દેવતા માંહે ઇંદ્ર, ફૂલ માંહે કમલ, પંખી માંહે ગરુડ, પર્વત માંહે જેમ સુદર્શન નામે મેરુશ્રેષ્ઠ છે, ગણધર માંહે પુંડરિશ્ય, નદી માંહે ગંગા, સરોવર માંહે માન સરોવર, હીપને વિષે જંબૂદ્વીપ, ક્ષેત્રમાંહે ભરતક્ષેત્ર, સર્વ દેશ માંહે સોરઠ દેશ, જિન માંહે શ્રીમદષભદેવ, દિવસ માંહે દિપાવલીનો દિવસ, માસ માંહે જેમ ભાદ્રપદ માસ શ્રેષ્ઠ છે, તેમ સર્વ પર્વ માંહે પોસાપર્વ શ્રેષ્ઠ છે. માટે હે ભવ્ય જીવો ! એ પર્વ આવે કે તેને રુડી રીતે આરાધવું.
જેમ સર્પનો સાર મણિ, મૃગનો સાર કસ્તૂરી, પંકનો સાર કમલ, ક્ષીરસમુદ્રનો સાર ચંદ્રમા, ખ્યાનનો સાર ખગ્ન, દેહનો સાર તપ છે, તેમાં સર્વ પર્વનું સારભૂત પજોસણપર્વ છે. માટે એ પર્વ આવે થકે ઉત્તમ પ્રાણી તો ધર્મકાર્ય પ્રત્યે આચરે, પરંતુ મૂર્ખ નર હોય તે ન આચરે, તે પોતાનો જન્મ નિષ્ફલ કરે. જેમ ઉખર ક્ષેત્રની ભૂમિ માંહે બીજ વાવ્યું નિષ્ફલ થાય, તથા જેમ તુષનું ખાંડવું નિરર્થક થાય, જેમ અટવીને વિષે રુદન કરવું નિષ્કલ, સ્થલ તે ગ્રામાદિકની બદ્ધ ભૂમિકા તેને વિષે જેમ વૃષ્ટિ નિષ્કલ, લવણસમુદ્રને કાંઠે જેમ બીજનું રોપવું નિષ્કલ, જેમ ધર્મ વિના મનુષ્યનો જન્મ નિષ્કલ, તેમ વાર્ષિક પજોસણપર્વ આરાધ્યા વિના શ્રાવકનો જન્મ પણ નિષ્ફલ જાણવો.
વલી મુનિનું કુલ પણ પજોસણ આરાધ્યા વિના ન શોભે. જે માટે કહ્યું છે કે શસ્ત્ર વિના વીર પુરુષ ન શોભે, બુદ્ધિ વિના મંત્રી ન શોભે, ગઢ વિના નગર ના શોભે, દંતોશલ વિના હાથી ના શોભે, બહોતેર કલા વિના પુરુષ ન શોભે, તપ વિના ત્રાષિ ન શોભે, શીયલ વિના સતી ન શોભે, દાન વિના ધનવંત ન શોભે, વેદ વિના વિપ્ર ન શોભે, સુગંધ વિના ફૂલ ન શોભે, હંસ વિના માન સરોવર ન શોભે, દયા વિના ધર્મ ન શોભે, તેમ શ્રાવકનું અને મુનિનું કુલ તે પણ પજોસણપર્વ આરાધ્યા વિના ન શોભે.
શ્રી પર્યુષણા
૧૬૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org