SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ વલી હે ગૌતમ! મારા નક્ષત્રે ભસ્મરાશિ ગ્રહ બેસે છે, તેના જોરથી બે હજાર વર્ષ તથા પાંચસે વર્ષ વક્રના મલીને પચીસો વર્ષ મારા નિર્વાણને વીત્યા પછી એટલે વિક્રમ સંવત્ના ૨૦૩૦ વર્ષ પછી વલી જિનધર્મની ઉન્નતિ થશે, સાધુઓની પૂજા થશે. પાખંડીઓ લિંગીઓના પ્રતાપ હઠી જશે. ભસ્મગ્રહ ઉતયા પછી દેવતા પણ કિંચિત્ આરાધના કરવાથી તરત પ્રગટ થશે, વિદ્યા, મંત્ર, તંત્ર, યંત્રના પ્રભાવ દીક્ષા થશે, ઔષધી તથા અવધિજ્ઞાન અને જાતિસ્મરણાદિકના ભાવ પણ કવચિત્ પ્રગટ થશે. તથા હે ગૌતમ! મારા નિર્વાણ પછી ઉત્તમ, મધ્યમ એવા આચાર્ય સદ્ગતિએ જશે, તથા નરકે જશે તેની સંખ્યા કહું છું, તે સાંભલ, એક ક્રોડ અગીયાર લાખ અને સોલ હજાર એટલા ઉત્તમ આચાર્ય શ્રીજિનધર્મના પ્રાભાવિક થશે. તેમાં બે હજારને ચાર એટલા તે યુગપ્રધાન આચાર્ય વર્તમાન શ્રુતના જાણ, ચારિત્રવંત તે ત્રેવીશ ઉદયમાં છેલ્લા શ્રીદુપ્રસહસૂરિ સુધી થશે. જેમના પ્રભાવથી દુર્મિક્ષ ન થાય એવા થકા ઘણા ભવ્ય જીવોનાં મિથ્યાત્વ કાપશે. તથા તેત્રીસ લાખ, ચાર હજાર, ચારસેં ને એકાણું એટલા આચાર્ય મધ્યમ ગુણના ધણી માર્ગ ચલાવનારા થશે. તથા પચાવન ક્રોડ, પચાવન લાખ, પચાવન હજાર, પાંચસેં ને પચાવન એટલા અધમી આચાર્ય ભવ્ય જીવોને ભોલવનારા મહાપાપી મહાઆરંભી જેનું નામ લેવાથી પણ પાપ લાગે, એવા પ્રાયઃ નરકગામી થશે. એ આચાર્યોના શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વીઓ પણ અગીયાર અગીયાર વધુ કહેવા. એટલે પચાવનને ઠેકાણે છાસઠ ક્રોડ, છાસઠ લાખ, છાસઠ હજાર, છસેં ને છાસઠ એટલા નરકગામી થશે. હવે શુદ્ધ શ્રીસંઘની સંખ્યા દેખાડે છે. ચોપન અશ્વ ને ચુમાલીશ લાખ ક્રોડ, એટલી સંખ્યએ ભલા ઉપાધ્યાય થશે. તથા સીત્તેર લાખ ક્રોડ, નવ લાખ ક્રોડ, નવ હજાર કોડી, એકસો કોડી, એકવીશ કોડી એકવીશ લાખ, સાઠ હજાર એટલા ભલા સાધુ થશે. તથા દશ હજાર કોડી, નવસે કોડી, બાર કોડી છપન લાખ ને છત્રીસ હજાર ઉપર એકસો ને નવાણું એટલી ભલી સાધ્વી થશે. તથા સોલ લાખ ક્રોડ, ત્રણ લાખ ક્રોડ, સીત્તેર ક્રોડ, અને ચોરાશી લાખ એટલા ભલા શ્રાવક થશે. તથા પચવીસ લાખ ક્રોડ, બાણું હજાર ક્રોડ, પાંચસે ક્રોડ, છત્રીશ કોડની ઉપર બાર અધિક કરીએ, એટલી સંખ્યાએ ભલી શ્રાવિકાઓ થશે. એ પ્રમાણે પાંચમા આરાનો સંઘ જાણવો. એ શ્રીમહાનિશીથમાં જેનાં નામ પણ લેવા યોગ્ય નથી એવા શ્રી દિવાલીકલ્પ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy