SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 1 - - - - છે અથ ચૈત્રી પૂનમનું વ્યાખ્યાન પ્રારંભ ન કરી નાખી ને કમ તીર્થરાજં નમસ્કૃત્ય, શ્રીસિદ્ધાચલસંજ્ઞકમ્ // ચૈત્રશુક્લપૂર્ણિમાયા, વ્યાખ્યાનં કિયતે મયા // ૧ // અર્થ : અહો ભવ્ય જીવો ! હું શ્રીસિદ્ધાચલ નામે તીર્થાધિરાજ પ્રત્યે નમસ્કાર કરી ચૈત્ર શુદિ પૂર્ણિમાનું વખાણ લખું છું. સર્વ પૂર્ણિમા મધે ચૈત્રી પૂનમ અત્યંત પુણ્યની વૃદ્ધિ કરનારી છે. જે માટે શ્રી વિમલાચલ તીર્થને વિષે અનેક વિધાધર, ચક્રવર્તી આદિક મોટા પુરુષો સિદ્ધિને પામ્યા છે. વલી શ્રી ઋષભદેવજીના બે પુત્ર નમિ અને વિનમિ મોક્ષગતિ પામ્યા છે, તથા શ્રી સિદ્ધાચલને વિષે રૂષભદેવસ્વામીના પ્રથમ ગણધર જે શ્રીપુંડરીક નામે મુનિશ્વર, તે ચૈત્રી પૂનમને દિવસે પાંચ કોડી સાધુના પરિવારે મોક્ષે પહોંતા છે. માટે એ પૂનમનો દિવસ સર્વમાં મોટો કહ્યો છે, તેથી એ દિવસને ઉત્તમ પર્વ જાણીને તેનું આરાધન કરવું. ઈહાં પ્રથમ નમિ વિનમિનો સંબંધ કહીને પછી શ્રી પુંડરીક ગણધરજીનો સંબંધ કહીશું. અયોધ્યા નગરીનું રાજ્ય ભરતને આપી અને તક્ષશિલાનું રાજ્ય બાહુબલિને આપી તથા બીજા પુત્રને યથાયોગ્ય દેશોનું રાજય આપી શ્રીરૂષભદેવ ભગવાને દીક્ષા લીધી, પણ તે વખત નમિ અને વિનમિ કોઈ કાર્ય નિમિત્તે દેશાંતર ગયા હતા, તેથી ભગવાન્ પણ નમિ વિનમિને રાજ્ય આપવા ભૂલી ગયા. પછી કેટલેક દિવસે જે વારે તે પરદેશથી ફરી આવ્યા, તે વારે ભરતને આવી પૂછવા લાગ્યા જે આપણા પિતા ક્યાં ગયા છે ? એમ પૂછવાથી તેમને ભરતે ઉત્તર આપ્યો કે આપણા પિતાએ તો દીક્ષા લીધી છે, માટે તમે હવે મારી સેવા કરો, અને હું તમોને કોઈક દેશનું રાજ્ય આપીશ, પણ તેમણે ભારતની કહેલી વાત ન માની, અને રાજ્ય લેવા સારુ ભગવાન્ પાસે આવ્યા. તિહાં ભગવાન્ જિહાં જિહાં વિચરે, તે તે સ્થાનકે કાંટા કાંકરા વેગલા કરી ભૂમિ શુદ્ધ કરે, તથા ભગવાન્ જે વારે ૨૦ ચૈત્રી પૂનમ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy