SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ થઈ ગયા. અરે! હવે હું શું કરું? એમ શોકસમુદ્રમાં મગ્ન થઈ વિલાપ કરવા લાગ્યો. એમ અતિ વિલાપ કરતાં કરતાં દિવસ નિર્ગમન કરવા લાગ્યો. એવામાં એક દિવસ તે સુરેંદ્રપુર નગરના ઉપવનમાં જયઘોષ નામે આચાર્ય આવી સમોસયા. પછી નરસિંહ રાજા વનપાલના મુખ થકી જયઘોષસૂરિનું આગમન સાંભલી ચતુરંગિણી સેનાના પરિવારે કરી યુક્ત થઈને ગુરુવંદનાર્થે આવ્યો. તેની સાથે સુરદત્ત શ્રેષ્ઠી પણ આવ્યો. સર્વ જનોએ ગુરુને વંદન કર્યું અને નિરવદ્ય સ્થાન પર સહુ જણ બેઠા. ત્યારે જયઘોષસૂરિ પણ ધર્મદેશના દેતા હતા કે હે ભવ્ય જનો! સંસારમાં સારભૂત અને સર્વ શ્રેયનો કરનારો માત્ર એક ધર્મજ છે, કહ્યું છે કે : ધર્મતઃ સકલમંગલાવલિ-ધર્મતઃ સુરતિ નિર્મલ થશઃ / ધર્મતઃ સકલસૌખ્યસંપદા, ધર્મ એવ તદહો વિધીવતામ્ // ૧ // જીવદયાઈ રમિજ્જઈ, ઈદિયવલ્ગો દમિજ્જઈ સયાવિ // સચ્ચે ચવિજઈ સયા, ધમસ રહસ્સમિએમેવ // ૨ // ધમ્મો મંગલમૂલં હિંસામૂલં ચ સવ્વદુષ્માણ // ધમ્મો બલં ચ વિઉલ, ધમો ઠાણં ચ સરણં ચ // ૩ / ભક્તામુક્ત વિચારઃ સ્માત, ગમ્યાગમ્યવિભેદઃ કૃતઃ // માર્ગામાર્ગપરિશાત્રી, ગુણાગુણવિચારણા / ૪ / કલ્યાણકોડિજણણી, દુરંતદુરિયારિવગ્રણી ઠવણી / સંસારજલહિતરણી, એગ ચ હોઈ જીવદયા // ૫ // ભાવાર્થઃ ધર્મે કરી સકલ મંગલની પંક્તિ મળે છે, ધર્મે કરી પ્રાણીનો નિર્મલ યશ સર્વત્ર પ્રકાશમાન થાય છે અને ધર્મે કરીને સકલ સુખસંપદા પ્રાપ્ત થાય છે. માટે હે ભવ્યો ! તમે જિનધર્મનું આરાધન કરો ! ૧ી વલી ધર્મનું મૂલ જીવદયા છે માટે દયાને વિષે રમવું એટલે દયા પાલવી તથા ઈદ્રિયલોલુપ પુરુષથી દયા પલાતી નથી માટે ઇંદ્રિયવર્ગનું પ્રતિદિન દમન કરવું તથા સત્ય વચન બોલવું કારણ કે સત્ય છે, તે ધર્મનું મૂલ છે. માટે સત્ય બોલવું. એ પૂર્વોક્ત ત્રણ વાનાં જ છે, તે ધર્મનાં મૂલ છે ! રા અને ધર્મ છે તે મંગલનું મૂલ છે, હિંસા તે સર્વ દુઃખનું મૂલ છે, અને ધર્મ છે તે જ જીવનું વિપુલ એવું મોટું બલ છે અને ધર્મ પૌષદશમી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy