SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ નગ [6] અથ શ્રીહોલિકા પર્વની કથા પ્રારંભઃ ૫૪ દોહા ઋષભ જિણંદ હૃદય ધરી, શાંતિ નેમિ સુખકાર | પાર્શ્વ વીર એ પ્રણમતા, પામે સુખ અપાર ॥૧॥ પયપંકજ પ્રણમું સદા, ગુરુ ગુણરયણભંડાર ॥ જ્ઞાન નયન દાતા ગુરુ, વાણી જસુ અવિકાર ॥૨॥ અરિહંત મુખ ઉત્પન્ન થઈ, ભારતિ બ્રહ્મસુતા ય // જસુ સમરણ કરતાં થકાં, લીલા અધિક લહાય ॥૩॥ હોલિ માહાત્મ્ય ઈણી પરે, સાંભલો શ્રદ્ધાવંત ॥ મિથ્યા પર્વ નિવારશે, તે લહેશે ભવ અંત ॥૪॥ અહો ભવ્ય લોકો! ચોથા આરાના ત્રણ વર્ષ ને સાડા આઠ માસ થતાં જ્ઞાતપુત્ર શ્રીમહાવીરસ્વામી મોક્ષે પહોંતા, તે પછી ચોસઠ વર્ષે કેવલજ્ઞાનાદિક ઘણી વસ્તુ વિચ્છેદ ગઈ, પરંતુ ચૌદ પૂર્વધર દશપૂર્વધર વિચરયા. કેટલોક કાલ ગયા પછી શ્રીસુવ્રતાચાર્ય ઘણા શિષ્યના પરિવારે પરવરચા થકા વિચરતા વિચરતા પૂર્વદેશમાં પધારવા. તે દેશમાં હોલિનું પર્વ દેખીને કોઈક સાધુ, આચાર્ય મહારાજને પૂછવા લાગ્યો કે મહારાજ ! આજે હું ગોચરીએ ગયો હતો, તિહાં નગરમાં ઘણાં લોકોને સ્ત્રીઓના સમુદાય સહિત ઉન્મત્તની પેઠે અસભ્ય વચન બોલતા નાચતા કૂદતા મે દીઠા, માટે એ પ્રવૃત્તિ પરંપરાની આ દેશમાં ચાલી આવે છે, કિંવા આધુનિક થયેલી છે ? એમ પૂછવાથી ગુરુમહારાજ કહેતા હતા કે, એ પ્રવૃત્તિ પરંપરાની નથી, પરંતુ પૂર્વાચાર્ય કહી ગયા છે કે, આ પાંચમા આરા મધ્યે દુર્ગતિના દાતા એવા મહા મિથ્યાત્વીઓનાં પર્વ પ્રગટ થશે. કાલના યોગે અજ્ઞાનરુપ અંધકારના જોરથી લોકો શ્રી હોલિકા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy