SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ હતો તે પાછો વલ્યો નહીં. તેને રાજાના ચાકરોએ માર માર્યો તેથી તે ઘણો દુઃખી થયો, અને બીજાએ રાજાનો આદેશ તહત્તિ કરીને તેજ પગે પાછું વલવા માડ્યું તેથી તે પોતાને સ્થાનકે સુખસમાધે પહોંચ્યો, અને સુખી થયો. એ રીતે જે તીર્થકરની આજ્ઞાએ અસંયમમાર્ગથી નિવ, તે સાધુ સુખી થાય, અને જે અસંયમ થકી નિવર્સે નહીં, તે દુઃખી થાય / ૧ / - હવે બીજો પડિરયણા એટલે પ્રમાદ થકી પડતા સંયમનો ઉદ્ધાર કરવો, તેને પ્રતિચરણા કહીએ. તેની ઉપર શેઠ વહૂનો દૃષ્ટાંત કહે છે. જેમ કોઈ એક ધનવંત શેઠ રત પ્રમુખ ધન ધાન્યાદિકે ભરેલાં ઘર તે પોતાની સ્ત્રીને ભલાવીને પોતે પરદેશ વ્યાપાર કરવા માટે ગયો. પાછલથી તેની સ્ત્રીએ નિકેવલ પોતાના શરીરનીજ શુશ્રુષા કીધી, પણ ઘરોની સાર સંભાલ લગાર માત્ર કીધી નહીં. ઘરો સર્વ પડીને ઉલટપાલટ થઈ ગયાં. એક પોતાને રહેવા જેટલો ઓરડો સારો રાખ્યો. હવે જ્યારે શેઠ પરદેશથી આવ્યો, ત્યારે ઘરનું સ્વરુપ દેખી સ્ત્રી ઉપર અત્યંત કોપાયમાન થયો થકો સ્ત્રીને કઠોર વચને નિભંછીને સમગ્ર નગરલોક જેમ દેખે તેમ તે સ્ત્રીને ચોટલો ઝાલી ઘરમાંથી બહાર કાઢી મૂકી. વલી પણ ઘર સર્વ સમરાવીને કોઈ એક વ્યવહારીઆની ભલી કુમરી હતી તેની સાથે પાણિગ્રહણ કર્યું. વલી તે નવપરિણીત સ્ત્રીને ધન ધાન્યાદિકે ભરેલું ઘર સોંપીને પોતે દેશાંતરે વ્યાપાર કરવા ગયો. પાછલથી સ્ત્રીએ પણ પોતાના ધણીનો સ્વભાવ જાણી પૂર્વલી સ્ત્રીના હવાલ સાંભલી ઘરની એવી શુશ્રુષા કરવા માંડી કે જાણે આજેજ નવું ઘર બનાવ્યું હોય નહીં? એવું દીસવા લાગ્યું, અને દાસ દાસી પ્રમુખ દ્વિપદ ચતુષ્પદને આહાર પાણી આપ્યા પછી પોતે ભોજન કરે, અને તેણે પોતાના શરીરના હાવણ, ધોવણ, ઈત્યાદિક સર્વે શૃંગારોનો ત્યાગ કર્યો. અર્થાત્ શરીરની કાંઈ પણ શુશ્રુષા ન કરતી પતિવ્રતા ધર્મ પાલતી રહે. એવામાં પરદેશથી શેઠ પણ દ્રવ્ય કમાઈને પાછો ઘેર આવ્યો. ઘરનું રુપ રંગ જોઈ ઘણોજ સંતોષ પામ્યો. સ્ત્રીને પતિવ્રતા ધર્મવાલી સાંભલી હર્ષ પામ્યો. તેને સમગ્ર ઘરની સ્વામિની કરી, તેથી તે સ્ત્રી સહુ કોઈની માનીતી થઈ. એમ જે સાધુ ગુરુની આજ્ઞા ન પાલે તે વૃદ્ધ સ્ત્રીની પરે સંઘ બહાર થાય, અને જે ગુરુની આજ્ઞા માને, તે લઘુ સ્ત્રીની પેઠે ગચ્છના સંઘાડાનો નાયક થાય, ઈહલોકે પૂજા પામે, પરલોકે સદ્ગતિ પામે, સુખી થાય. ઈતિ દ્વિતીય દૃષ્ટાંતઃ || 8 || ૧ ૨૬ શ્રી ચઉમાસીપર્વ www.jainelibrary.org Jain Education International 2010_03 For Private & Personal Use Only
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy