SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ધૃતનો દીપક કરવો, કારણકે પુસ્તકમાં વિચિત્ર પ્રકારનાં અક્ષર છે, શ્રીકલ્પસૂત્રમાંથી આચાર્યે ઉદ્ધાર કરેલું છે, તેની પૂજા શુભ વસ્તુએ કરવાથી બહુ પુણ્ય બંધાય. એને પણ દ્રવ્યારાધન કહીએ. ઉપર કહ્યા પ્રમાણે જો શ્રીકલ્પસૂત્રના પુસ્તકની પૂજા કરી હોય, તો તેથી સંસારજન્ય જાડ્ય નાશ પામે છે, તથા ક્રમે કરી ભવ્ય જીવને કેવલજ્ઞાન ઉપજે છે. ઇતિ નવમ દ્વા૨॥ ૯॥ હવે સંવત્સરી પ્રતિક્રમણના વિધિનું દશમું દ્વાર કહે છે ઃ પજોસણમાં જે પ્રમાણે આવશ્યકવિધિ કહ્યો છે, તે પ્રમાણે મન, વચન, કાયાની શુદ્ધિને અર્થ ગુરુના માંડલા માંહે પ્રતિક્રમણ કરવું. જે વરસ દિવસે સંવત્સરીનું પ્રતિક્રમણ કરવું, તે રાગ દ્વેષ વર્જીને કરવું. બીજું પક્ષ દિવસની વિશુદ્ધિને અર્થે પક્ષનું પડિક્કમણું કરવું, તે વિસ્તારે કરવું. એ બે પ્રકારે શ્રાવક પોતાને અર્થે પડિક્કમણામાં કરે. એ પડિક્કમણાં જે છે, તે પંચવિધ આચારની વિશુદ્ધિના હેતુ છે. સાધુ તથા શ્રાવકે પણ ગુરુની સાથે પ્રતિક્રમણ કરવું, અને ગુરુના વિરહે એકલાએ પણ પડિક્કમણું કરવું, તેનું ફલ કહે છે ઃ- જે સાધુ સંવત્સરીને દિવસે જેવા અનુક્રમે કહ્યું છે, તેમ સૂત્રયુક્તિએ કરીને પડિક્કમણું કરે, તો તે સાધુ તત્કાલ પોતાનાં કર્મની જાલને ભેદી અનુક્રમે કેવલજ્ઞાન પામીને મુક્તિ પ્રત્યે ભજે. અક્ષય સુખની લક્ષ્મીનો વિલાસ પામે. II ઇતિ દસમું દ્વાર | ૧૦ || હવે સંવત્સરીમાં ક્ષામણાં કરવા સંબંધી વિધિનું અગિયારમું દ્વાર કહે છેઃ જે પૂર્વે પાપોપાર્જન કરચા હોય એટલે સર્પની ગરલની પેરે ક્લેશ થકી દોષે કરીને જે પાપ બાંધ્યા હોય, તે પજોસણે સૂક્ષ્મ અને બાદર એવા સર્વ જીવોની સાથે ખમાવવા થકી નાશ પામે છે. જે માટે પજોસણથી અધિક કોઇ શ્રેષ્ઠ નથી. તે માટે સંઘની માંહે કલહ રાખવો, તે યુક્ત નથી. કલહ જે છે તે જીવને દોષનો હેતુ છે. જે માટે દેશે ઊણી પૂર્વકોડી પર્યંત ચારિત્ર પાલનારો પણ એક મુહૂર્ત કષાયને કરવે કરીને તેના ફલને હારી જાય છે. માટે કોઇની સાથે કલહ ન રાખતાં સર્વ જીવોની સાથે ખામણાં કરવાં. હવે મૈત્રી ભાવ રાખવાનું ફલ કહે છે : જે પ્રાણી પૂર્વલા વૈરભાવને મૈત્રીભાવે કરીને પજોસણમાં સર્વ જીવોની સાથે ખમાવે, તે પ્રાણી દોષ રહિત થઇ મોક્ષનાં સુખને પામે. ઇતિ એકાદશ દ્વાર | ૧૧ || શ્રી પર્યુષણા ૧૬૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy