________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૩-૪-૫
અવતરણિકા :
પ્રથમ ગાથામાં મંગલાચરણ કર્યું. બીજી ગાથામાં યતિ કેવા હોય તે બતાવીને પૂર્વાચાર્યો યતિનું સપ્તવિધ લક્ષણ કહે છે તે બતાવ્યું. હવે ગાથા-૩ અને ૪માં યતિનાં સાત લક્ષણ બતાવે છે –
ગાથા :
मग्गणुसारिकिरिया १, पन्नवणिज्जत्त २ मुत्तमा सद्धा । किरिआसु अप्पमाओ ४, आरंभो सक्कणुट्ठाणे ५ ॥३॥ गरुओ गुणाणुराओ ६, गुरुआणाराहणं तहा परमं । अक्खयचरणधणाणं, सत्तविहं लक्खणं एयं ॥४॥ मार्गानुसारिक्रिया १ प्रज्ञापनीयत्व २ मुत्तमा श्रद्धा ३ । क्रियास्वप्रमाद ४ आरम्भः शक्यानुष्ठाने ५ ॥३॥ गुरुर्गुणानुरागः ६ गुर्वाज्ञाराधनं तथा परमम् ७ ।
अक्षतचरणधनानां, सप्तविधं लक्षणमेतत् ॥४॥ ગાથાર્થ :
(૧) માર્થાનુસારી ક્રિયા, (૨) પ્રજ્ઞાપનીયપણું, (૩) ઉત્તમશ્રદ્ધા, (૪) ક્રિયામાં અપ્રમાદ, (૫) શક્ય અનુષ્ઠાનમાં આરંભ, (૬) ગુરુગુણનો અનુરાગ અત્યંત ગુણનો અનુરાગ અને () ગુરુ આજ્ઞાનું પરમ આરાધનઃ અક્ષત ચારિત્રધનવાળા સાધુનું આ સાત પ્રકારનું લક્ષણ છે. l૩-જા ભાવાર્થ :
ઉચિત વિધિપૂર્વક સંયમ ગ્રહણ કર્યા પછી જે સાધુ પૂર્વગાથામાં કહ્યું તેમ ઉત્સર્ગ-અપવાદમાં યતનાયુક્ત હોય તે સાધુનું ચારિત્રરૂપી ધન ઉત્તરોત્તર વધતું હોય છે. તેથી દીક્ષા ગ્રહણ કર્યા પછી તેવા સાધુ સંયમના કંડકોમાં અર્થાત્ સંયમનાં સ્થાનોમાં ક્રમસર વૃદ્ધિ પામે છે, અને ક્વચિત્ અનાભોગાદિથી અલના થયેલી હોય તોપણ શાસ્ત્રવિધિ અનુસાર તેની શુદ્ધિ કરે છે. તેવા સાધુ અક્ષત ચારિત્રરૂપી ધનવાળા છે અને તેવા સાધુનાં પ્રસ્તુત ગાથા-૩ અને ૪ માં બતાવ્યાં તેવાં સાત પ્રકારનાં લક્ષણ છે.
અહીં ગાથા-૩-૪માં સાત લક્ષણ છે એમ ન કહેતાં સવિધ લક્ષણ છે એમ કહ્યું. એમ કહેવાથી એ કહેવું છે કે આ સાતેય ભાવો જેનામાં હોય તે યતિ છે. એથી એ ફલિત થાય કે સાતે લક્ષણોથી યુક્ત યતિ છે, અન્ય નહીં. અને “અક્ષતવરથનાનાં' એ પદમાં માનાર્થે બહુવચનનો પ્રયોગ કરેલ છે. તેથી એ બતાવવું છે કે જે કોઈ અક્ષતચારિત્રધનવાળા સાધુ હોય તેમનું આ ગાથામાં બતાવ્યું તેવું સાત પ્રકારનું સ્વરૂપ છે. l૩-૪ll.
પ્રથમ લક્ષણ – “માગનુસારી ક્રિયા અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે યતિનું સાત પ્રકારનું સ્વરૂપ છે અને તેમાં પ્રથમ માર્ગાનુસારી ક્રિયા બતાવી. તે માર્ગાનુસારી ક્રિયા શું છે તે સ્પષ્ટ કરે છે –