________________
આવશ્યક સૂચન
તિલક્ષણસમુચ્ચય પ્રકરણ' ગ્રંથની મૂળ ગાથા ન્યાયવિશારદન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ રચેલી છે તે ગાથા ઉપર કોઈ ટીકા ઉપલબ્ધ નથી, ફક્ત તે ગ્રંથના કેટલાક શ્લોકો તે રૂપે જ અન્ય ગ્રંથમાં ઉપલબ્ધ છે. અરિહંત આરાધક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત યતિલક્ષણસમુચ્ચય ગ્રંથ, જેનું ગુજરાતી વિવેચન કરનાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજાએ તે શ્લોકોની ટીકા જે જે ગ્રંથમાં ઉપલબ્ધ છે ત્યાંથી ગ્રહણ કરીને તેમના પુસ્તકમાં છપાવેલ છે. તેથી અમે પણ તે ટીકા અહીં ગ્રહણ કરેલ છે અને તે ટીકાનું ભાષાંતર પ્રસ્તુત ગ્રંથની એકવાક્યતા જોડવામાં જ્યાં જ્યાં ઉપયોગી જણાયું ત્યાં ત્યાં ટીકાર્થ લખેલ છે અને અન્ય સ્થાનોમાં મૂળ ટીકા જ રાખેલ છે, ભાષાંતર કરેલ નથી. કેટલાક સ્થાને તે ટીકાની અવતરણિકા તે ગ્રંથ અનુસાર ઉચિત હોવા છતાં પ્રસ્તુત ગ્રંથ અનુસાર તે અવતરણિકાનું જોડાણ સંગત થતું ન હોવાથી અમારી સ્વતંત્ર અવતરણિકા પણ કરેલ છે. ફક્ત વાચકવર્ગને ઉપયોગી થાય તેના માટે જે ટીકાનું ભાષાંતર અમે કરેલ નથી, તે ટીકા પણ અમે ગ્રહણ કરેલ છે.