________________
३३
આ ક્રમ, યૌગપદ્ય અને અભેદ એ ત્રણ પક્ષો ઋજુસૂત્ર વ્યવહાર અને સંગ્રહ એ ત્રણ નયને અનુક્રમે આભારી છે.
દિગંબરો કેવળ યૌગપદ્ય'રૂપ પક્ષને જ સ્વીકારે છે એમ નિયમસાર (ગા. ૧૬૯), સર્વાર્થસિદ્ધિ, આપ્તમીમાંસા, અષ્ટશતી અને તત્ત્વાર્થરાજવાર્તિક જોતાં જણાય છે. અહીં એ ઉમેરીશ કે વાચક ઉમાસ્વાતિ પણ યૌગપદ્ય' પક્ષ સ્વીકારે છે એમ ત. સૂ. (અ. ૧, સૂ. ૩૧)નું ભાષ્ય જોતાં લાગે છે એમ મને કેટલાંક વર્ષો ઉપર ‘આગમોદ્વારક' આનન્દસાગરસૂરિજીએ કહ્યું હતું.
(૨) ન્યાય
યશોવિજયગણિએ કેટલાક કાગળ લખ્યા છે. એમાંના બીજા કાગળ પૃ. ૧૧૪)માં એમણે નીચે મુજબનો ઉલ્લેખ કર્યો છે :
ન્યાયપંથ ૨ લક્ષ કીધો છઈ.”
આ ઉપરથી ફલિત થાય છે કે ઉપાધ્યાયજીની ન્યાયવિષયક રચનાઓનું પરિમાણ બે લાખ શ્લોક જેટલું તો છે જ કેમકે આ કાગળ લખાયા બાદ પણ એમણે આ વિષયને લગતી કોઈ રચના ન જ કરી હશે એમ ભાગ્યે જ કહી શકાય. આ બે લાખ શ્લોકમાં કયા કયા ન્યાયગ્રંથોનો સમાવેશ થાય છે એ બાબતનો એમણે કે અન્ય કોઈએ સપ્રમાણ ઉલ્લેખ કર્યો હોય એમ જણાતું નથી. અરે ઉપર્યુક્ત કાગળ (પૃ. ૧૧૪)માં જણાવ્યા મુજબ ભટ્ટાચાર્યે એમની જે ન્યાયગ્રંથરચના જોઈને એમને ન્યાયાચાર્ય'નું ગૌરવશાળી બિરદ આપ્યું તે કઈ તે પણ જાણવામાં નથી. આ પરિસ્થિતિમાં ઉપલક દૃષ્ટિએ વિચારનારને જે ગ્રંથો ન્યાયવિષયક અને ન્યાયાચાર્યકૃત હોવાનું ભાસે એવા ગ્રંથોનાં નામ અને પરિમાણ (બ્લોકસંખ્યા) હું નીચે પ્રમાણે સૂચવું
છું :
નામ
અનેકાન્તપ્રવેશ (અનુપલબ્ધ)
અનેકાન્તવ્યવસ્થા
આલોકહેતુતાવાદ (અનુ.)
જૈનતર્કભાષા
નયરહસ્ય
નયામૃતતરંગિણી
૧. વિશેષ માહિતી માટે જુઓ જ્ઞાનબિન્દુનો “પરિચય' (પૃ. ૫૫).
પરિમાણ
?
૩૩૫૭
?
૮૦૦
૫૯૧
૩૬૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org