________________
વીર-પ્રવચન
[૨૭
ઓળખીએ છીએ તે માત્ર ઉક્ત જંબુદ્વીપને તે એક નાને અને. છેડાનો ભાગ જે “ભરતક્ષેત્ર’ નામે ઓળખાય છે તેના માત્ર અપૂર્ણ ભાગ રૂપે જ છે. જે એક છેડે ભરત તેવો સામે છેડે ઐત્રિત નામને દેશ છે, વચલા ભાગમાં અતિ વિશાળ અને ઘણે ઉંચે એવો “મેરૂ” નામને પર્વત છે જેની ઉભય બાજુએ “મહા વિદેહ” નામા વિશાળ ક્ષેત્ર છે. આ રીતે એકલા જંબુદ્વીપમાં બાજુના “ભરત” ને “એરવત” અને વચમાનું “મહાવિદેહ મળી ત્રણ ક્ષેત્રો આવેલા છે તેવી જ રીતે “ધાતકી ખંડમાં” અને પુષ્પરાર્ધમાં ત્રણથી બમણું એટલે એ જ નામવાળા છ છ ક્ષેત્રે આવેલાં છે. હાલ આપણને આ ક્ષેત્રે સહ. સંબંધ હોવાથી એ દ્વીપ સંબંધી બીજી વાતમાં નહીં ઉતરતાં એ ક્ષેત્રે કે જે કર્મ ભૂમિ'ના નામથી ઓળખાય છે તેની સાથે તીર્થકરોને શો સંબંધ છે તે જોઈએ.
જ્યાં અસિ (તલવાર) કૃષિ (ખેતી) અને મણિ (શાહીલેખન કાર્ય) રૂપ ત્રિવેણી દ્વારા જીવન નિભાવવાનું હોય છે. અર્થાત દરેક કરણીમાં ઉક્ત ત્રિપુટીમાંની એકાદની પ્રધાનતા હોય છે તે કર્મભૂમિ; અને કર્મભૂમિ વિના ન તે તીર્થકરાદિ જેવા લાથ મહાત્માઓ કે ચક્રી, વાસુદેવ જેવા બનાઢય વીરો જન્મી શકે. એ પણ એક સત્ય છે કે દુન્યવી નિયમાનુસારે મધ્ય કક્ષામાં રહેનાર છવંત કે નિર્જીવ વસ્તુઓને અંતિમ ભાગે રહેનાર કરતાં સુખાશયિતા વિશેષ હેય છે તેમ અત્રે પણ તીરપ્રાંત તરિકેના ભરત એરવત કરતાં મધ્ય પ્રદેશવતી મહાવિદેહને એક લાભ વિશેષ છે અને તે એ કે ઉભયને કાલચક્રને નિયમ સદેવ લાગુ પડે છે જ્યારે મહાવિદેહમાં તેની સત્તા માત્ર છ આરામાંના “ચોથા” જેટલી જ છે.
તીર્થકરોની ઉત્પત્તિ તેમજ નિર્વાણ ત્રીજા અને ચોથા આરામાં. જ સમાઈ જાય છે. ન તે પાંચમે કે ન તે બીજે કદિ એ સમય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com