________________
વીર-પ્રવચન
[૪૭
થયાં. કર્મયુગની શરૂઆત આ રીતે થઈ અયોધ્યાના સિંહાસને સૂર્યશા આવ્યા. પ્રતિજ્ઞા પાલનની અડગતાથી તેમનું નામ ઇતિહાસ પૃષ્ટ પર રિક્ષરે કેરાયેલું છે. પરંપરામાં થયેલ કેટલીક પેઢી સુધીના રાજાઓ દર્પણાગારમાં જ કેવળજ્ઞાન પામતાં હતાં. આઠમી પાટે. થયેલ દંડવીય ભૂપાળે શ્રી શત્રુંજય તીર્થને ઉદ્ધાર કરાવ્યો હતે. વખતના વહેવા સાથે, કાકિની રન્ના અભાવે સુવર્ણ, રજત, અને અંતમાં સૂત્રના ઉપવિતનું પરિધાન શરૂ થયું.
અતિ ઘણું વર્ષો પસાર થયા બાદ એ જ અયોધ્યામાં પ્રભુત્રી ઋષભથી શરૂ થયેલા ઈકુ વંશમાં જ, છતશત્રુ ભૂપની વિજયા નામે રાણીની કુક્ષિએ બીજા તીર્થકર શ્રી અજીતનાથને જન્મ થયો. તેમની કાયા સુવર્ણવર્ણી હતી અને તેમને ગજનું લંછન હતું. પાસા બાળ રમતાં કેટલીયે વાર વિજ્યા રાણીનો પરાજ્ય થતો પણ જ્યારથી પ્રભુજીવ ગર્ભમાં આવ્યો ત્યારથી એક પણ પરાજય ખમવો પડયો નહીં. અજીતનાથ નામ પાડવામાં એ પણ એક નિમિત્ત કારણ. બાકી તે તાત્વિક દૃષ્ટિએ દરેક પ્રભુના નામના જૂદા જૂદા રહસ્યયુક્ત અર્થે થઈ શકે છે. “યથા નામ તથા ગુનાને મેળ પણ તે જ મળે.
સગર નામા બીજા ચક્રવર્તી પણ તેમના જ શાસનમાં થયા તેમને જલ્ડ આદિ સાઠ હજાર પુત્રો હતાં. એકદા તીર્થ અષ્ટાપદની યાત્રાએ તેઓ નિકલ્યા. સિંહનિષદ્યા પ્રાસાદમાં વિરાજમાન મણિમય બિંબ જોઈ તેઓ આનંદ પામ્યા. ભાવિકાળમાં કોઈ આશાતના ન કરે એ હેતુએ તીર્થની આજુબાજુ ફરતી ખાઈ બોદવાને વિચાર થયા. દડરત્ન તે સાથે જ લાવ્યા હતા એટલે ઝટ અમલ કર્યો. પૃથ્વીના પડે વિજળીક બળના ધસારાની માફક થતાં તીવ્ર ખોદનથી ઉપડવા માંડ્યાં. ઠેઠ નાગક સુધી ભય પિચી થઈ ગઈ. નાગરાજ આટોપ કરી દોડી આવ્યા, પણ ચક્રીના સંતાનને નિરખી ધીરા પડ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com