________________
૧૪૬
વીર-પ્રવચન
પૂર્વકના સાગથી અલ્પ સમયમાં ઉભય વચ્ચે સ્નેહસંધાન થયું. મન મળ્યાં. ગુરૂશ્રીની વાત યાદ આવી. ગાંધર્વ લગ્નથી જોડાઈ ત્યાંથી ઉભય પલાયન થઈ ગયા. કેટલાક સમય પર્યત માંડલ નગરમાં રહ્યા. અનુક્રમે પુત્રોના જન્મ થતાંજ આસરાજે ગુરૂ કથન અનુસાર વસ્તુપાળ અને તેજપાળ નામ રાખ્યાં. માળવામાં આ સમયે શાલિકુમાર અને વીધવળના રાજ્યમાં લાખો ફુલાણી પ્રગટ થયા. માંડળમાં આસરાજની જ્ઞાતિ સંબંધી ચર્ચા થવા લાગતાંજ ત્યાંથી તે પશ્ચિમ દિશામાં દેવપટ્ટણમાં ગયે; અને બાળકેની વય આઠ વર્ષની થતાં ઘેડીઆળ ગામે આવી વસ્ય. દરમીઆન ભુવનચંદ્રસૂરિનું આગમન ત્યાં થયું. આસરાજ અને કુંવરદેવીને તેમને ઓળખી લીધા. પુન્યવંત જાણી અંબિકા અને કવડ જક્ષનું સાનિધ્ય કરાવી આપ્યું. આસરાજ હવે ધિલકે આવી વસ્યો. ગુરૂકૃપાથી ઘીના વેપારમાં સારો લાભ થયો. વસ્તુપાળનું લલીતાદેવી સાથે અને તેજપાળનું અનુપમા દેવી સાથે પાણિગ્રહણ થયું. કેટલાક વર્ષો બાદ માતાપિતાને સ્વર્ગવાસ થ. ઉભય બંધુઓ કાર્યદક્ષતાથી અને આત્મતેજથી રાજન વરધવળની કૃપાને પાત્ર બન્યા અને અલ્પકાળમાં મંત્રીપદ અને ભંડારીપદની ક્રમશ: પ્રાપ્તિ કરી.
મંત્રીપદના તિલક અવસરે પાટણની ત્રીશ જ્ઞાતિઓને વસ્તુપાળે જમણ આપ્યું. અકસ્માત રીતે નગરશેઠના ઘરનું નેતરું રહી ગયું. નગરશેઠને પુત્ર લઘુ વયન હેઈ, સ્વપિતાના અવસાન બાદ ઘી, તેલ, હીંગ આદિના વ્યવસાયથી નિર્વાહ ચલાવતો. નોતરૂં ન આવવાથી તેની વૃદ્ધ માતાએ વસ્તુપાળની ઉત્પત્તિ સંબંધી તેનું ધ્યાન ખેંચતાં લાગશે તે જ્યાં મહાજન જમવા એકઠું થયું છે ત્યાં આવી પહોંચ્યું; અને પેલી વાત આગેવાનો સામે નિવેદન કરી. કેટલાકને આ વાતની સત્યતા પર વિશ્વાસ ન બેઠે પણ પૂર્ણ તપાસને અતિ ખરી લાગતા કેટલાક જમ્યા વગર ચાલ્યા ગયા. ત્યારથી પ્રાગવટની લઘુશાખા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com