________________
વીર-પ્રવચન
૧૩
ટાવાપણું તે સમયે સમયે થઈ રહ્યું હોય છે. એ ચૌદે સ્થાનને વિચાર અને કર્મબંધની દષ્ટિએ ટુંકમાં કરીએ.
(૧) મિથ્યાત્વ ગુણ સ્થાનક–આ દશામાં વર્તતી વ્યક્તિને સત્ય પ્રત્યે હદ ઉપરાંતને અણગમો હોય છે. મિથ્યાત્વને સ્વરૂપમાં અને આ સ્થિતિમાં ફેર માત્ર એટલો જ છે કે ઉપર કહી ગયા તે એનું વર્ણન કે સ્વભાવદર્શક ચિત્ર છે, જ્યારે આ સ્થિતિ તે કર્મબંધનના પાયા રૂપ છે. કર્મોનું બંધન શરૂ થઈ ચુકેલ હોય છે, તેનાથી જેમ જેમ આગળ વધીએ તેમ તેમ કર્મોનું અંશતઃ નિકંદન વધતું જવાનું. વિશ્વને મોટો ભાગ આ સ્થિતિમાં વર્તતા હોવાથી તેમજ સંસાર વતી જીવો સાથનું એ પ્રારંભિક સ્થાન હોવાથી શરૂઆત તેનાથી જ થાય એટલા પુરતુંજ એ ગુણનું સ્થાન. આ દશામાં વર્તતો જીવ નીચે દર્શાવેલા કર્મો ઉપાર્જન કરવાના શીલવાળો છે અર્થાત એટલા કર્મોના બંધ તેને પડી શકે, અગર તે તેની યોગ્યતા તેટલા કર્મો અર્જન કરવાની છે. જ્ઞાનાવરણય પાંચ, દર્શનાવરણીય નવ, વેદનીય બે, મેહનીય છવીશ, આયુના પાંચ, નામના ચોસઠ, ગોત્રના બે, અને અંતરાયના પાંચ મળી ૧૧૮ પ્રકારના કર્મોને બંધ પડી શકે. નિમ્ન લિખિત સોળકર્મોને બંધ આ ગુણ સ્થાનક સિવાય બીજે પડે જ નહીં.
૧ મિથ્યાત્વહિની, ૨ નપૂંસક વેદ, ૩ નર્કયુ, ૪ નર્કગતિ. ૫ એકેંદ્રિયપણું, ૬ બેઈદ્રિયપણું, ૭ ત્રિઈદ્રિયપણું, ૮ ચેરિક્રિયપણું, ૯ છેવકું સંધયણ, ૧૦ હુંડસંસ્થાન, ૧૧ નર્યાનુપૂવ, ૧૨ આતપ નામ કર્મ, ૧૩ સ્થાવર નામ કર્મ, ૧૪ સુક્ષ્મ નામ કર્મ, ૧૫ અપર્યાપ્ત નામ કર્મ, ૧૬ સાધારણ નામ કર્મ. . (૨) સાસ્વાદન ગુણ સ્થાનક–આ સ્થાનની સ્થિતિ લાંબા સમય રહેતી નથી, એટલે કે જમણ બાદ જીભમાં ખાધેલ વાનીને સ્વાદ જેમ અલ્પ સમય ટકે છે; ગુસ્સો ઉતરી જવા પછી કિંવા જમણ જમી રહ્યા પછી જેમ નહિં જેવી પૂર્વની હૈયાતિ સંભવે છે એવું અહીં પણ સમજવું. નીચેના ૨૫ કર્મો આ દશામાં વર્તતા જીવને..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com