________________
૨૯૦]
વીર-પ્રવચન
આપવામાં જૈનધર્મને પૂરે-ગામીઓએ અલબત દીર્ધદર્શિતા અને બુદ્ધિકૌશલ્ય દાખવ્યું છે. આત્મિક ઉન્નતિના નિમિત્ત ભૂત શાંતિ–નિવૃત્તિને સુયોગ મેળવવા ઉપરાંત જગતની દોડધામ અને પ્રવૃત્તિને દૂર ફેંકી દીધી છે. એ રીતે પગલાનંદપણને અને જડતાને ખંખેરી નાંખી છે એમ કહીએ તે ચાલે “અતિથિવિશ” જે પ્રસંગ પણ તેથી ઉપસ્થિત થતું નથી.
| તીર્થસ્થાપનમાં શા શા હેતુઓ સમયલા છે એ તરફ જરા દષ્ટિ ફેંકી આગળ વધીએ. જૈનધર્મમાં તીર્થકરે જ્યાં ઉપન્યા હોય, કૈવલ્ય પામ્યા હોય અને જે સ્થાને સિદ્ધિને વર્યા હોય એ સર્વ સ્થાને તીર્થરૂપ ગણાય છે. એ રીતે વિચારતાં તીર્થની સંખ્યાને આંકડે નિશ્ચિત થઈ જાય તેવું છે. પણ આ એકાંત નિયમ નથી. તીર્થકરોની નિર્વાણ ભૂમિ જેટલું જ બકે અધિક મહત્ત્વ સંખ્યાબંધ સાધુએ જે સ્થાને અનશન કરી મેક્ષ સાધી ગયા છે તેને અપાયેલું છે. વળી કેટલાક સ્થાનમાં–કલ્યાણક ભૂમિનું નામનિશાન ન હોય છતાં એકાદ ચમત્કૃતિથી તીર્થપણાને કલશ તેમના પર ઢળી ગયો છે. કેટલાકને તીર્થત્વ પ્રાપ્ત કરવામાં કુદરત યાને દેશકાળનો સધિયારે મળી ગયો છે, જ્યારે કેટલીક કલ્યાણક ભૂમિઓ તીર્થરૂપ હોય છતાં અસ્તેયના સખત વાવાઝોડામાં અથડાઈ જવાથી આજે વિચ્છિન્ન જેવી થઈ ચૂકી છે, તેમની માત્ર નામ સ્મરણું બાકી રહી છે. કેટલાકનાં સ્થાને પાના પુસ્તક સિવાય અન્યત્ર દષ્ટિયે ચડતાં પણ નથી. આમ તીર્થ સ્થાપનામાં વિવિધતા સમાયેલી છે. તત્ત્વદૃષ્ટિથી વિચાર કરીએ તે જ્યાં અરિહંતનું એકાદ બિંબ પણ વિરાજમાન હોય તે સ્થાન તીર્થરૂપ છે. એ રીતે જ્યાં જ્યાં એક અથવા તે એકથી વધારે દેવાલય યા જિનાલયો આવેલાં છે એ બધાં નગરે, ગામ અને પર તીર્થરૂપ જ છે. એ બધા સંબંધી ખાસ કહેવાનું ન હોવાથી અહીં તે માત્ર પ્રસિદ્ધ અને મોટાં તીર્થો સંબંધી ઉલ્લેખ કરીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com