________________
૨૮૮ ]
વીર-પ્રવચન
લાકડાના પાત્રામાં વહેરી લાવી કરવાનું હોય છેજીર્ણ વસ્ત્રોથી જીવન વ્યતીત કરનાર તે અચલકને નિગ્રંથ કહેવાય છે. તેમને કઈ વસ્તુ પિતાની હોતી નથી. સાધ્વીઓ સાધુ કરતાં વસ્ત્રો વધુ રાખે છે. વરઘોડામાંથી ઉતરી આસોપાલવના વૃક્ષ નીચે કેશને લેચ કરી કરેમિતિના પાઠપૂર્વક ગુરૂદીક્ષાની ક્રિયા કરાવે છે. દીક્ષા પર્યાયની ગણત્રી . વડી દિક્ષાના દિનથી થાય છે. જીવનપર્યત ગુરૂની આજ્ઞામાં રહી સાધુજીવનની આજ્ઞાનું પાલન કરવાનું તેમજ શાસ્ત્ર અધ્યયન કરવાનું, ઉભય કાળ આવશ્યક કરવાનું અને સંસારી બાબતથી તદન અલગ રહી કેવળ આત્મચિંતવનમાં સમય વ્યતીત કરવાનું તેમનું મુખ્ય ધ્યેય હોય છે.
મૃત્યુકાળે શ્રાવકે મૃત દેહને પાલખીમાં બેસાડી, વરધોડે કહાડી આગળ સા અને દાણ વહેંચતા તેમજ ધુપ ઉખેવતાં જય જય નંદા, જ્યાં જ્ય ભદ્દાના આઘોષો પૂર્વક સ્મશાન ભૂમિમાં લઈ જાય છે. સુખડના લાકડા વડે અગ્નિ સંસ્કાર કરે છે. સ્નાન કરી પાછા આવી ગુરૂ સમિપ મંગળિક શ્રવણ કરે છે. ત્યાં લગી સાધુસાધ્વી ગણ પણ આહાર લઈ શકતા નથી. આમાં સર્વત્ર હર્ષાનંદ પ્રવર્તે છે. એવો ભાસ થાય છે. છતાં એના તળીયે થતાં વિરહનું દુઃખ જણાયા. સિવાય રહેતું નથી. આમ છતાં આત્મ-હને સબંધ સારી રીતે જાણવાપણું હોવાથી નથી તે છાતી માથા કુટવાપણું કે નથી તે રૂદન કે આંસુ સારવાપણુ. મુનિના મૃત દેહને ચંદન (સુખડ)ના કાષ્ટ્રમાં અગ્નિદાહ કરાય છે. વળી જે એ પ્રસિદ્ધ અને વિદ્વાન પુરૂષ હોય છે તે અથવા સૂરિપદ, વા ઉપાધ્યાય પદના ધારક હોય છે તે અગ્નિદાહના સ્થાને દેરી જેવું જણાવવામાં આવે છે. વળી તેજ સ્થળે અગર તે નગરમાં અથવા તે નગર બહારના ઉદ્યાનમાં એકાદ નિવૃત્તજનક જગ્યા પસંદ કરી ત્યાં તેમની પાદુકા સ્થાપન કરવામાં આવે છે. આવી પાદુકાઓ સંખ્યાબંઘ દષ્ટિગોચર થાય છે. મૂર્તિઓ તે માત્ર તીર્થકરેની અને વિશેષમાં બાહુબળી-પુંડરિક કે શ્રી ગૌતમ સ્વામીની અલ્પ પ્રમાણમાં જણાય છે. પણ આજે ઉકત પ્રકારનાં સામાન્ય કક્ષાના મહારાજેની મૂર્તિ બનાવી પધરાવવાને વાયરે વધુ પ્રમાણમાં થાય છે, જે ઈષ્ટ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com