________________
વીર-પ્રવચન
[ ૨૮૭
-
-
-
ખરચી છે. શાસ્ત્રકારોએ પ્રભાવનાના આઠ પ્રકાર દર્શાવેલા છે અને એ માર્ગે વીર્ય ફેરવનારને પ્રભાવક આચાર્યો કિવા પ્રભાવિક પુરષોની પ્રશંસવાલાયક શ્રેણીમાં મૂકયા છે.
કેટલાક મુનિરાજે સ્વકલ્યાણમાં રકત રહી, પ્રાપ્ત થતાં અવકાશમાં પરને ઉપદેશ દઈ સ્વજીવન પવિત્ર કરી ગયા છે. બીજાઓએ ગદ્ય પદ્ય લખવામાં–નવિન સાહિત્ય સર્જવામાં–ચમત્કૃતિભરી કાવ્ય રચનામાં અથવા તે સાહિત્યની વિવિધ પ્રકારી ફુલ–ગુંથણીમાં સ્વશક્તિ અનુસાર ફાળો આપી સ્વજીવન કૃતાર્થ કર્યું છે. આમ મુખ્યતાએ પિતાને સિદ્ધિ માર્ગ સાફ કરતાં અન્યને એ રસ્તે આવવાનું સુગમ ને સરળતાભર્યું થાય એવા કાર્યો આદરવામાં બાકી નથી રાખી.
આજે પણ એ પવિત્ર સંતની કૃતિઓ નિરખતાં ભલભલા વિદ્વાને પહોંચા કરડે છે. દેશની અવ્યવસ્થિત દશામાં, લખવા વાંચવાના આછા પાતળા સાધન વડે એ મહાત્માઓએ જે અખૂટ સાહિત્ય ખજાને સેપરત કર્યો છે તે જોતાં તેમના પ્રત્યે બહુ માન છૂટે તેમાં નવાઈ જેવું પણ શું હોઈ શકે ! આ બધી કૃતિ નિપજાવતાં તેઓએ પિતાના જીવનની મર્યાદાને નથી તે ક્ષતિ પહોંચવા દીધી કે નથી તે તેઓ સ્વ લક્ષ્યબિન્દુથી વેગળા ગયા. ધન્ય છે એ સાધુતાને! વંદન! એ ત્યાગ દશાને. સાધુજીવન ઉપસંહાર
સાધુજીવનમાં પ્રવેશ કરનાર વ્યકિતએ પિતાના માબાપ કે વડિલ પાસેથી રજા મેળવીને, પતિ હોય તે સ્ત્રી પાસેથી અને સ્ત્રી હોય તે પતિ પાસેથી રજા મેળવીને સંયમ ગ્રહણ કરવો જોઈએ આમ છતાં બાળ બ્રહ્મચારી સંયમ ગ્રહણ કરનાર વધુ પ્રશંસાને પાત્ર છે. દિક્ષા લેતાં પૂર્વે સંસારના પદાર્થો પરથી મમત્વ ઉતરી, મૂછ પરિહરી સાધુજીવનને યોગ્ય આચાર-વિચાર જ્ઞાનપૂર્વક એ માર્ગમાં પ્રવેશ કરવાનું છે. જીર્ણપ્રાય
વેત વસ્ત્ર અને હાથમાં દંડ તથા બગલમાં રજોહરણ અને મુખ આગળ મુહપત્તિ એ ખાસ ધ્યાન ખેંચનારા ચિન્હો છે. તેમને આહાર મણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com