________________
૨૯૬]
વીર-પ્રવચન
હસ્તગિરિ અને કદમ્બગિરિ નામના નાનાશા ડુંગર નિરખવાને વેગ સાંપડે છે. કદમ્બગિરિ પર સંખ્યાબંધ નવિન પ્રાસાદે બંધાયા છે એટલે આજે એ જંગલમાં મંગળ રુપ બની ગયેલ છે.
મૂળનાયક શ્રી. આદિનાથના મનહર દેવાલયને ફરતા તરફ નાનાં મેટાં મંદિરની સુંદરણું શોભી રહી છે. વળી હાથીપળની બહાર પણ દહેરાની સંખ્યા વિપુલપણે દષ્ટિગોચર થાય છે. આ સિવાય મોતીશા શેઠની વિશાળ ટુંક અને એ સિવાય બીજી પણ નાની મોટી ટુંકે દાદાની મેટી ટુંક્તી સામી બાજુએ આવી રહેલ છે. એમાં ચામુખની ટુંક અતિશય ઉંચી હોઈ સૌ કોઈનું ચિત આકર્ષે છે. વળી ઘેટી પાગ એ શત્રુજય પર આવવાના બીજા માર્ગ રૂપ છે. ત્યાં પ્રભુત્રીની પાદુકા છે. આમ જે તીર્થાધિરાજની પવિત્રતા અને માહાત્મ સંબંધે સંખ્યાબંધ પાનાઓમાં સુવર્ણાક્ષરે વિવિધવણ ને આજે પણ નયનપથમાં આવે તેમ છે તે વિષે આ સ્થાને કેટલે વિસ્તાર કરી શકાય ! ટુંકમાં એટલું જ કહેવું કાફી છે કે આજે પણ આ તીર્થ શાશ્વતતાના અનુપમ નમૂનારૂપ હોઈ એક્વાર અવશ્ય દર્શન કરવા યોગ્ય છે. જાત અનુભવ એ જ સારામાં સારું પ્રમાણ પત્ર છે. (૩) રેવતાચળ યાને ગિરનાર તીર્થ–
કાઠિયાવાડમાં આવેલ આ બીજું મહાન તીર્થ છે. જુનાગઢ સુધી રેલ્વે ટ્રેનમાં જવાય છે. ત્યાંથી ગિરનાર પહાડ થોડે દુર છે. પગે ચાલતા કિવા ઘેડાગાડી વગેરેના સાધનથી :એની ટલેટીમાં પહોંચી શકાય છે. આ પહાડ વાદળ સાથે વાત કરતે ન હોય એ પ્રથમ દર્શને દેખાય છે. શ્રી નેમિનાથના મંદિર સુધી પગથીઆ બાંધેલા છે. આ પહાડ પર જૈનેતર મંદિર પણ આવેલાં છે તેમજ બાવા સન્યાસીઓ રહે છે. તે ઉપર ખાય છે પીએ છે. આ પહાડ ઉપ૨ ખાવા પીવાને પ્રતિબંધ જેમાં પણ શ્રી. શત્રુંજય જેટલાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com