________________
વીર-પ્રવચન
[ ૨૭
શ્રી. ગિરનારમાં તીર્થપતિ શ્રી. બાવીસમા અરિષ્ટનેમિનું મુખ્ય ને વિશાળ મંદિર છે. તેમજ તેમનું શ્યામવર્ણ બિંબ પણ અતિ મનહર છે. ચોતરફ નાનાં મોટાં મંદિર આવી રહ્યાં છે. એ ઉપરાંત કિલ્લાથી જૂદી પડતી ટુંકે પણ છે જેમાં કુમારપાળ અને વસ્તુપાળ આદિની મુખ્ય છે. આ સારૂ સ્થાન અતિ રમ્ય અને મનોહર છે. પવનની શીતળ લહરીઓ આત્માને નિવૃત્તિજન્ય આનંદમાં લીન કરે છે. મુખ્ય ધામથી થોડે દૂર બીજી અને ત્રીજી ટુંક આવે છે, આગળ વધતાં એક બાજુ રાજુલની ગુફા તરીકે ઓળખાતી ગુફા છે કે
જ્યાં મહાસતી રાજુલે, પતિત થતા મુનિ રથનેમિને ઉદ્ધાર કર્યો હતું. બીજી તરફ થોડે માર્ગ કાપ્યા પછી સહસ્ત્ર આમ્રવન (સહસાવન) તરિકે ખ્યાતિ ધરાવતું સ્થળ આવે છે, જ્યાં તીર્થકર દેવ શ્રી નેમિનાથ કૈવલ્યની પ્રાપ્તિ થઈ હતી. આ બધું એક બીજાથી બહુ દૂર નથી, પણ ચોથી પાંચમી ટુંક ચેડા થોડા અંતરાળે આવે છે. જ્યારે છઠ્ઠી સાતમી ટુંકોને માર્ગ તે મહાવિકટ છે. રસ્તે પણ ઘણે સાંકડે અને ચઢતાં ભૂલ્યા તે જીવનું જોખમ થવા જેવું છે. વળી એ તરફ અઘોરી બાવાઓ પણ પડયા પાથર્યા રહે છે, અને શિકારી જાનવર વાઘ, ચિત્તાને પણ સંભવ હોય છે. આમ એ પંથ કષ્ટ સાધ્ય છે. એકંદરે આ પહાડ પર વનસ્પતિ અને જડીબુદ્ધિના છેડે વિશેષ સંભળાય છે. ગિરનાર અને જુનાગઢ સુધીના વચલા માર્ગમાં પણ શૈવ વૈષ્ણવ દેવાલયો અને મુસલમાનની કેટલીક મજીદો આવેલી છે. રાખેંગાર ને રાણક દેવીની તેમજ રા'માંડલિક સંબંધી એતિહાસિક જગાઓ પણ અહીં છે. પહાડની તળેટીમાં તેમજ જુનાગઢમાં યાત્રાળુ માટે ઉતરવાની ધર્મશાળાઓ છે, તેમજ દેવાલય પણ છે. શહેર પણ જોવા લાયક છે. શેઠ આણંદજી કલ્યાણજી એ જેમ શત્રુંજય તીર્થની વહીવહી પેઢીનું નામ છે તેમ શેઠ દેવચંદ લક્ષ્મીચંદ એ શ્રી ગીરનાર તીર્થની વહીવટી પેઢીનું નામ છે. વર્તમાન કાળે તીર્થ ઉપરના ઘણું ખરાં દેવાલયને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com