________________
૩ર૦ 1
વીર–પ્રવચન
આ પ` શાશ્વતું પણ છે કેમ કે એ દિવસેામાં અવણૅનીય વૈભવશાળી દેવતાઓ પણ આનંદવિલાસને છેડી દઇ ન’દીવરદ્વીપે જાય છે અને ત્યાં નવ દિન સુધી વિવિધ વાત્રાના ગાન-તાન તે નૃત્ય યુક્ત અત્ પ્રતિમાની પુજામાં મગ્ન રહે છે. આ પત્રમાં ખાસ કરી સિદ્ધચક્રજી યાતે નવપદની ક્રમશઃ આરાધના કરવામાં આવે છે. આય'બિલના તપ એટલે કે કેવળ લુખુ ભેજન, માત્ર એક વાર લઇ નવ દિન સુધી એ તપ સબંધી વિધિવિધાન અને પૂજાદિમાં સારાયે સમય પસાર કરવામાં આવે છે. ખાસ કરી આ તપના પ્રભાવથી જેમને કાઢ. રાગ નષ્ટ થઇ જવા ઉપરાંત, સિદ્ધચક્રજીના ધ્યાનથી જેમને ઋદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થઈ છે એવા શ્રીપાળ રાજાને રાસ વાંચવામાં આવે છે. ઉપવાસ, એકાસન, નીવ આદિ તપેામાં આયંબિલની એક વિશિષ્ટતા ખાસ તરી આવે છે કે એ તપમાં રસવૃત્તિ પર જય પ્રાપ્ત કરવાની ખાસ શકિત રહેલી છે. રાગચાળાનો સમયે કે મરકી આદિના ઉપદ્રવમાં પણ આ તપ દરરોજ હાર્દિક ભાવનાથી ચાલુ રાખવામાં આવે તે વિઘ્ના વિનાશ પામે છે. આ વાત શ્રદ્ધાના મુદ્દા પર અવલંબે છે, બાકી તા દરેક જાતને તપ જરૂર આત્મિક વિકાસમાં સાધનભૂત થાય છે જ–પણ તે સમજપૂર્વક ને અન્ય સામગ્રી સાથ કરવામાં આવેલા હાય તા જ. જેટલે અંશે આત્મિક વિકાસમાં પ્રગતિ એટલે અંશે કમને નાશ અને કર્મનાશ એટલે કષાયજય વા સંસારભ્રમણમાં ધટાડે. ક્રોધાદિષાયે। અને રાગ-દ્વેષાદિ શત્રુઓ પર સ`થા જય મેળવવા એ જ મુક્તિ, તેથી જ તપને ઇચ્છનિરાધ તરીકે ઓળખવામાં આવે છે અને વારવાર એ સાથે કહેવામાં આવે છે કે તપ એટલે ઈચ્છા યા વાસનાના જેમ જય તેમજ એ દ્વારા કષાયે! પણ પાતળા પડવા જોઇએ. તપાદિ કરણીનું અંતિમ ધ્યેય તેા કષાયેાને વિનાશ જ છે. ઈંદ્રિયા પર સયમ એ કષાયેાને પાતળા પાડવામાં હાયભૂત થતા હેાવાથી જ આહારાદિ ત્યાગ પર વિશેષ વજન મૂકાય છે. બાકી બાર પ્રકારના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com