________________
૩૨૨ ]
વીર-પ્રવચન
સંબંધમાં વધુ જાણવાની જીજ્ઞાસુઓએ મુનિશ્રી કલ્યાણવિજ્યજી કૃત
વીર નિર્વાણ સંવત ઔર જેન કાળ ગણના” એ નામનું ઐતિહાસિક પુસ્તક વાંચવું, એમાં સારી રીતે આ વિષય ઉપર અજવાળું પાડવામાં આવ્યું છે અને પ્રચલિત સંવત્સરે સાથે મેળ પણ મેળવ્યું છે. આ રીતે યાદદાસ્ત મુજબ પ્રાપ્ત થયેલ બાબતે આપણને જે વારસમાં
અપાઈ છે તેને ક્રમ નીચે મુજબ છે. એ ઉપર વિદ્વાન આચાર્યોએ નિર્યુક્તિભાષ્ય-ચૂણિ અને ટીકાઓ પણ રચેલી છેઆ રીતે મૂળ અંગ અને ઉપર પ્રમાણે એના પર ચાર જાતની નાની મેટી સમજુતી મળી પંચાંગી કહેવાય છે. એ સર્વ શ્રધેય છે.
(૧) આચારંગ સત્ર મુળ ૨૫૦૦ શ્લેક પ્રમાણ છે. એ પર ૪પ૦ લેકની નિર્યુક્તિ ૮૩૦૦ ની ચૂર્ણિ અને ૧૨૦૦૦ ની ટીકા છે. એમાં મૂળ જૈન મતનું સ્વરૂપ તથા સાધુસાધ્વીના આચાર સંબંધી વિવેચન મુખ્યપણે છે.
(૨) સુત્રકૃતાંગ કે સૂયગડાંગ છે. મૂળ ૨૧૦૦ લેક ૨૫૦ ની નિર્યુક્તિ ૧૦૦૦૦ ની ચૂણિ અને ૧૨૮૫૦ ની ટીકા છે. મુખ્યપણે ૩૬૩ મતનું સ્વરૂપ વર્ણવેલ છે.
(૩) ઠાણાંગ-મૂળ ૩૭૭૫ અને ટીકા ૧૫ર ૫૦ શ્લેષ્મી છે. એકથી દશ સુધી જગતમાં જણાતી વસ્તુઓ સંબંધી વિસ્તારથી કથન છે.
(૪) સમવાયાંગ મૂળ શ્લોક ૧૬, ટીકા ૩૭૭૬ એમાં એકથી કેટકટિ સુધીના પદાર્થોનું કથન છે.
(૫) ભગવતીજી મૂળ લેક ૧૫૭૫ર ટીકા ૧૮૬૧૬ શ્રી ગૌતમ સ્વામીએ કરેલા ૩૬૦૦૦ પ્રશ્નોતરે છે.
(૬) શાતા ધર્મ કથા મૂળ શ્લેક ૬૦૦૦ ટીકા કર૫ર સાધુઓને બેધ અર્થે જૂદા જૂદા કથાનકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com