Book Title: Veer Pravachan
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board

View full book text
Previous | Next

Page 335
________________ - વીર-પ્રવચન * [૩૨૭ વિષ્ય હશે કે જેના ઉપર જેનધમી મહાત્માઓએ અને વિદ્વાન શ્રાવકેએ કંઈ ને કંઈ ન લખ્યું હોય. જેનધર્મ ત્યાગ પ્રધાન હોવાથી આત્મિક ઉન્નત્તિ તરફ દોરી જતાં કર્મ સત્તાનું પ્રાબલ્ય દાખવી એમાંથી કેવી રીતે છુટાય એ વાતનું પ્રકાશન કરતા-ગ્રંથ અવશ્ય અતિ વધુ છે, છતાં માનવ સમાજની સેવા ભાવનાથી અન્ય વિષય ઉપર પણ ઘણું ઘણું લખાયેલું પ્રાપ્ત થઈ શકે છે. ન્યાય, વ્યાકરણ અને અધ્યાત્મ પરત્વે ગ્રંથના સર્જન થાય એ સમજી શકાય તેમ છે પણ આગળ વધીને વૈદક જ્યોતિષ અને સ્વમશાસ્ત્ર પર અને જનતાને વ્યવહારમાં ઉપયોગી થઈ પડે તેવી બાબતો પર પુસ્તક જતાં એક પ્રકારને હર્ષ પેદા થાય છે અને વિચાર આવે છે કે આ ત્યાગી પુરૂષોએ સેવા વૃત્તિમાં સ્વઅવકાશને કેવા સુંદર ઉપયોગ કર્યો છે ! પરોપકારાયા સતો વિભૂતયઃ એ સુત્રમાં રહેલું સત્ય:આ જોતાં તરત જ અનુભવાય છે? જૈન દર્શન વિષયિક સાહિત્યને સંપૂર્ણ તાગ મળ અતિ દુર્લભ છે. આજે પણ ભંડારોમાં કેટલું સાહિત્ય ખડકાયેલું પડયું છે કે સ્ના પર વર્ષમાં એક વાર ભાગ્યે રવિકિરણે પડતા હશે! પાટણ, જેસ મીર, ખંભાત, અમદાવાદ આદિના ભંડાર મુખ્ય છે અને ચાલુ કાળના અભ્યાસથી, માન્યતામાં પલટ થવાથી જેમ જેમ એ અણુમુલું સાહિત્ય બહાર આવતું જાય છે તેમ તેમ આશ્ચર્ય ઉપજાવતું જાય છે ! એ કંઈ એાછા આનંદને વિષય નથી. એનું સંરક્ષણ ગ્ય રીતે થાય, જનતા અને અભ્યાસી વર્ગ સરલતાથી વધુ પ્રમાણમાં લાલ મેળવી શકે તે પ્રબંધ કરવાની ખાસ જરૂર છે. મોટા શહેરમાં જ્ઞાનભંડારે ઉભા કરવાની અને એમાં સર્વ પ્રકારનું સાહિત્ય પુસ્તકાલયની પદ્ધતિએ સંગ્રહવાની જ્ઞાન માટે બહુમાન ધરાવનાર વર્ગને આગ્રહભરી વિનતિ છે. જેન જયતિ શાસનમ સમાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 333 334 335 336