________________
-વીર-પ્રવચન
[ ૩૦૭
મૂર્તિઓ હોવાનું સંભળાય છે. ગુજરાનવાળા, અંબાલા આદિમાં રમણુય દેવાલય છે.
બંગાળમાં કલકત્તા, અજીમગંજ, મુર્શીદાબાદ આદિ સ્થાનમાં રમણીય જિનાલયો છે. કલકત્તામાં બાબુ બદ્રીદાસજીનું વાડીમાંનું દેરાસર એવું તે જોવા લાયક છે કે માત્ર જેનેજ નહીં પણ સંખ્યાબંધ જૈનેતર મુસાફરે એને જોયા સિવાય કલકત્તા છેડતા જ નથી. મુશદાબાદમાં સ્ફટિકની પ્રતિમાઓ સંખ્યાબંધ દૃષ્ટિગોચર થાય છે અને જગતશેઠનું કટીના પથ્થરથી બાંધેલ મંદિર ને કુંડ સૌ કોઈનું આકર્ષણ કરે છે. વળી આ તરફના જમીનદાર બાબુ સાહેબની સ્વામીભક્તિ પણ અવશ્ય પ્રશંસનીય છે.
આબુ નજીક કુંભારીયાજીનાં કારીગરીવાળાં દેવાલય કે જ્યાં ખરેડી યાને આબુરેડ થઈ જવાય છે એ દર્શન કરવા યોગ્ય અને એક વાર નજરે જોવા જેવો છે. મંત્રીશ્વર વિમળે એમાં દ્રવ્ય નહિ પણ અંતર ખરચ્યું છે એમ કહી શકાય. ભક્તિવત્સલ હૃદય શું કરે છે તેને ખ્યાલ આવે છે.
પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ તેમજ ચારૂપમાં શામળા પાર્શ્વનાથ તથા શ્રી. શંખેશ્વરજીનું તીર્થ ખાસ ધ્યાન ખેચે તેવાં છે. હારીજ સુધી રેલ્વેમાં ગયા બાદ ગાડામાં શંખેશ્વરજી જવાય છે. હવે તો વીરમગામથી મોટર મારફતે પણ ત્યાં જઈ શકાય છે. સપાટ પ્રદેશમાં આ તીર્થ આવેલું છે. એને મહિમા પણ જાગતા ગણાય છે. ઉતરવા સારૂ ધર્મશાળાઓની સગવડ સારી છે. રાધનપુરની દેખરેખ હેઠળ છે. ભોયણી પાનસર અને સેરીસા પ્રસિદ્ધ જ છે. એ સર્વ અમદાવાદની નજીક હોવાથી ટ્રેન માગે ત્યાં જઈ આવવું સુલભ પડે છે. ખેડા નજીક માતર પણ સાચા દેવના ધામ તરિકે ઓળખાય છે. ખંભાતમાં સ્થંભણ પાર્શ્વનાથની નિલમની પ્રાચીન ને ચમત્કારિક મૂર્તિ છે. એ સ્થાન પણ પ્રાચીન અને ઐતિહાસિક છે. ત્યાં બીજાં પણ જોવા લાયક દેરાસરે છે. આણંદથી ટ્રેન માર્ગે ત્યાં જવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com