________________
વીર–પ્રવચન
[ ૩૦૯
જૈન તીર્થોને જ હોય છે. કદાચ કાળને લઈને ભલે તે આજે લુપ્તપ્રાય થયા હેય યા જર્જરિત દશામાં હેય. આ સિવાય હાલ નહિ માલમ પડતાં તીર્થોની યાદી પણ મળી આવે છે. ઈત્યલમ પર્વના દિવસે–
પર્વો એટલે પવિત્ર દિવસે, ધર્મકરણીના દિવસે અથવા તે આનંદના દિને એ સામાન્ય પ્રકારે અર્થ થાય છે. વળી અન્ય તીર્થીઓના પર્વેથી જેના પર કેટલીક બાબતમાં જુદા પડે છે. જૈનધર્મ મુખ્યતયા આત્મિક શ્રેય તરફ દોરનાર હોવાથી એ ત્યાગપ્રધાન છે એટલે એના પર્વોમાં ત્યાગવૃત્તિ કેળવવાની, ઇચ્છાને રેપ કરવાની અથવા તે આરંભ-સમારંભ ઓછો કરવાની ભાવના સવિશેષ રમતી નયનપથમાં આવે તેમ છે. વસ્તુતઃ વિચાર કરતાં આમાં સમાયેલ રહસ્ય પણ સહજ ગળે ઉતરે તેમ છે. રોજના કરતાં પર્વદિને આત્મા વધારે ધર્મ સન્મુખ થાય અથવા તે વધારે આત્મનિરીક્ષણ કરી, દોષજનક પ્રવૃત્તિથી વેગળો થાય એ જ ઈષ્ટ છે. તો જ પર્વ માન્યાની સફળતા છે. સમજુઓ માટે પર્વની જુદી અગત્ય ન જ હોય, છતાં બાળજીવોને એ માર્ગે સુપ્રમાણમાં આકર્ષી શકાય છે અને જે કાર્ય રોજ ન બની શકતું હોય તે આવે ટાણે મોટા ભાગને માટે શક્ય બની જાય છે. આમ પર્વ સ્થાપનામાં મહાન ઉદેશ રહ્યો છે.
પર્વોમાંના કોઈ જ્ઞાન-આરાધન અર્થે હોય છે તે કઈ વળી ચારિત્ર-સુધારણાની પુષ્ટિ કરે છે. અન્ય તપવૃદ્ધિના હેતુભૂત હેાય છે; જ્યારે કેટલાક તીર્થંકરની જન્મતિથિરૂપ હેઇ એ તારા તેમના જીવનવૃત્તની ઝાંખી કરાવનારા હોય છે. વળી ઘણુંખરામાં કેવળ એ વેળા ઉપવાસાદિ તપ કરી, સારાયે સમય જ્ઞાનાર્જન, ધર્મક્રિયાકરણ અને આત્મચિંતનમાં વ્યતીત કરવાને હેય છે. કષાય પ્રમુખ દોષનું નામ એ વેળા સ્વપ્નમાં પણ યાદ કરવાનું નથી તે એનું પ્રત્યક્ષ સેવન તે સંભવે જ શી રીતે? થોડાકમાં તપને સ્થાને જમણ દેખાય છે, છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com