________________
૩૧૦ ]
વીર-પ્રવચન
એમાં સાત્વિક આહારને વિસારવાપણું તે ન જ સંભવી શકે. વર્ષમાં બે વાર આ બિલ કરવાના ખરા પ્રસંગે આવે છે જે વેળા એક વાર નિરસઆહાર કરી નવ દિન ધર્મકરણીમાં વ્યતીત કરાય છે. આમ પર્વોની વિવિધતા છે.
વળી પ્રત્યેક માસની બે આઠમ અને બે ચૌદશ (શુકલ તથા કૃષ્ણ) તથા પૂર્ણિમા અને અમાવાસ્યા તે પર્વણી તરીકે જ ઓળખાય છે. એ તિથિ દિવસે વ્રતધારી આત્માઓ જરૂર કંઈ ને કંઈ વ્રત-નિયમ ધારે છે–ઉપવાસાદિના પચ્ચખાણ લે છે. સામાન્ય રીતે આ દિવસે અને આવા બીજા દિવસે તપ આરાધના માટેના છે.
૧. નવું વર્ષ (કા. શુ. ૧ ) આ દિનનું માહાઓ જેમાં ઉભય રીતે છે. એક તે પ્રાતઃકાળમાં પ્રભુશ્રી મહાવીરદેવના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું હતું તે માટે કલ્યાણક દિન તરીકે તેમજ આગળની અમાવાસ્યાની પાછલી રાત્રિમાં ભગવાન મહાવીર મુક્તિ પામ્યા ત્યારથી વીર સંવત્સર પ્રત્યે તેનો પ્રથમ દિવસ પણ આ હેવાથી અને બીજું કારણ તે શ્રી વિક્રમ સંવત્સરની શરૂઆત પણ આ દિનથી થતી હેવાથી સુપ્રસિદ્ધ છે. આ આનંદના દિન તરીકે ઉજવાય છે. મનુષ્ય પવિત્ર થઈ દેવદર્શન કરવા સારુ સવારમાં વેળાસર નીકળી પડે છે. પરસ્પર. જયજિને, નમસ્કાર વા સાલ મુબારક કરે છે અને ખાસ કરી ગુરુ પાસે જઈ શ્રી ગૌતમસ્વામીને રાસ થયા છંદ શ્રવણ કરે છે.
૨. ભાતૃબીજ–ભાવનબીજ (કા. શુ. ૨). શ્રી મહાવીરદેવના કાળધર્મ પામ્યાથી તેમના વડિલભ્રાતા નંદિવર્ધનને શેક થયે હતું જે તેમની ભગિની સુદર્શનાએ આ દિને પિતાને ત્યાં જમવા આમંત્રી મુકાવ્યું ત્યારથી આ પર્વ પ્રવર્તે. આ પણ આનંદ-પ્રમોદને દિન છે.
૩. સૌભાગ્ય પંચમી યાને જ્ઞાનપંચમી ( કા. શુ. ૫.) ખાસ કરી આ દિવસ જ્ઞાન-આરાધના અથે પસંદ કરવામાં આવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com