________________
૩૦૮]
વીર-પ્રવચન
મુંબાઈ તરફ જતાં જગડીઆમાં આદીશ્વરજી, ભરૂચમાં મુનિસુવ્રત સ્વામી તેમજ જંબુસર લાઈન પર કાવી-ગધારમાં દેવાલ છે. આવી જ રીતે રતલામ લાઈન પર થઈ ઉજજૈન જતાં ત્યાં શ્રી, અવંતિ પાર્શ્વનાથ ને મક્ષીજીનાં ધામ તેમજ ઈદેરથી માંડવગઢ ભો પાવરના જોવા લાયક દેવાલય અને ખુદ ઈદર અજમેરનાં દેવાલયે પણ દર્શનીય છે. રાણકપુરજીને ગેલેકયદીપક પ્રાસાદ તેમજ પંચ તીર્થમાં આવતાં વાકાણું, નાડોળ, નાડુલાઈ, સાદડી ને રાતા મહાવીરનાં પ્રસિદ્ધ સ્થાને તેમજ બામણવાડામાં મુછાળા મહાવીર, ને છરાઉલી પાર્શ્વનાથની યાત્રા અવશ્ય કરવા યોગ્ય છે. ઈડરગઢ ઉપરનાં દેવાલયે જુહાર્યા વિના ને ફધિ પાર્શ્વનાથ દેખ્યા વિના જીવનસાફલ્ય ન જ ગણાય. જેસલમીર ને બીકાનેરનાં દેરાસર પણ વંદન યોગ્ય છે. કાઠીયાવાડમાં ભાવનગર થઈ તળાજા થઈ ત્યાંની નાની સુંદર ટેકરી પર આવેલ સાચાદેવ સુમતિનાથના મનહર બિંબને જોયા વિના તીર્થયાત્રા અધુરી જ ગણાય, એ ઉપરાંત ઘોઘામાં નવખંડ પાર્શ્વનાથ, પ્રભાસપાટણમાં ચંદ્રપ્રભુજી તેમજ અજાવરા પાર્શ્વનાથ અને જામનગર વેરાવળનાં દહેરા અવશ્ય જોવા જેવો છે. દક્ષિણમાં આકોલા થઈ શ્રી. અંતરિક્ષ પાર્શ્વનાથજીના દર્શન વગર જન્મ વ્યર્થ સમજ. એવી જ રીતે નિામ હૈદ્રાબાદ નજીક શ્રી. કુપાકનું તીર્થ છે, જ્યાં માણિક્ય સ્વામી તરિકે ઓળખાતી શ્રી. આદીશ્વરજીની વિશાળ મૂર્તિ છે. માર્ગમાં દિગંબરી તીર્થ શ્રવણ બેન્ગલમાં અતિ ઉંચી શ્રી. બાહુબળજીની મૂર્તિ અવશ્ય પ્રેક્ષણીય છે. કચ્છમાં ભદ્રેશ્વર તીર્થ જાણીતું છે.
આમ નાના તીર્થોની ગણના કરતાં તાગ પમાય તેવું છે જ નહિ. આ સિવાય રાજપૂતાના, મેવાડ, મારવાડ અને શિરોહીના પ્રદેશમાં એવા તે કેટલાયે મંદિર છે કે જેનાં દર્શન કરતાં આત્મા અને આનંદ અનુભવે અને જેની કારીગરી જોતાં પ્રાચીન શિલ્પ માટે બહુમાન ઉપજે. ટેકરી પર આવેલાં તીર્થોમાને મોટે ભાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com