________________
૩૦૬ ]
વીર–પ્રવચન
ટાઢા- ઉના પાણીના કુંડા યાત્રિકને આનંદ આપે છે. આજે પણ ધન્ય—શાળિભદ્રે અનશન કર્યું હતું તે ચિલા સ્થાન અને શ્રેણીકને જ્યાં ભંડાર હતા એ ગુહા દેખાડવામાં આવે છે, ભૂતકાળની ઝાંખી કરાવવા શું એટલું ખસ નથી! ઉતરવા સારૂ ગામમાં સગવડવાળી ધર્મશાળા છે. વળી નજીકમાં દેવાલય પણ છે, સીધુંસામાન મળી શકે છે.
પાવાપુરી અને રાજગૃહીની સમિપમાં જ થાડા માઈલના અંતરાળે એક તરફ કું ડલપુર (ગેબરગામ). બીજી માજી ગુણશીલવન અને એથી થાડે દૂર ક્ષત્રીયકુંડ નગર આવેલાં છે. નગરથી ઘેાડ ફાસલા પર નાની ટેકરી ચઢયા બાદ જ્યાં પ્રભુશ્રી મહાવીરના જન્મ થયે। હતા એ જગ્યા આવે છે. ધમ શાળાની નજીકમાં જ નદી વહે છે. એ પ્રમાણે કાકદી નગરી પણ બહુ દૂર નથી. સુવિધિનાથની એ જન્મ ભૂમિ છે. કુંડલપુરથી બિહાર આવી ત્યાંથી ટ્રેન મારફતે પટણા યાને પાટલીપુત્ર આવવું. આજે પણ ત્યાં જિનમંદિર તેમજ જેતેની વસ્તી છે. યાત્રિકા માટે સરાઈઓ તેમજ બીજી સાઈ પણ છે. કુંડલપુરથી ઘેાડે દૂર ખાદકામ કરતાં જીના સમયની વિદ્યાપીઠના ખંડિયેર જડી આવ્યાં છે. પુરાતત્ત્વ શાલકા એ સ્થાનને નાંલંદા તરિકે ઓળખાવે છે, એ બનવા જોગ છે કેમકે રાજગૃહથી એ સ્થાન બહુ દૂર નથી. આમ ભૂતકાળની વસ્તુઓ પ્રત્યક્ષ પુરાવાથી ઐતિહાસિક બનતી જાય છે. ટ્રેન માર્ગે જતાં લખનૌ–કાશી યાને વારાણશી (બનારસ) તેમજ તેની સમીપમાં આવેલ નગરીએ સિહપુરી, ચંદ્રપુરી, અને રત્નપુરી એ સ` કલ્યાણક ભૂમિએ હાવાથી તીરૂપ છે. કાનપુર, અલ્હાબાદ, દિલ્હી, નજીકમાં હસ્તિનાપુર છે કે જે એક કરતાં વધુ તીર્થ પતિએની કલ્યાણકભૂમિ છે. તેમજ આગ્રા આદિ સ્થળમાં પણ જિનખિંબના દર્શનને તેમજ ભારતવષઁની વિશિષ્ટ ચીજોના નિરીક્ષણને લાભ પ્રાપ્ત થઈ શકે તેમ છે. ઉત્તરમાં પંજાબ પણ આજે તે જૈનસમાજની દ્રષ્ટિએ ખાસ તીરૂપ છે. કાંગરામાં પણ પ્રાચીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com